Gir Somnath News/ ગીર સોમનાથના તાલાલા પંથકમાં ધરા ધ્રુજી ઉઠી

જ્યારે સવારે 7:17 મિનિટે 2.3ની ભૂકંપની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો.

Gujarat Top Stories Breaking News

Gir Somnath News:  ગીર સોમનાથ(Gir Somnath)ના તાલાલા (Talala) પંથકમાં વહેલી સવારે ગીરની ધરા ધ્રુજી ઉઠી છે. ગીર સોમનાથના તાલાલા પંથકમાં એક બાદ એક એક ત્રણ ભૂકંપના આંચકા આવતા ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. હાલ કોઈ જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી.

ગીર સોમનાથના તાલાલા પંથકમાં એક બાદ એક ભૂકંપ(Earthquake)ના ત્રણ આંચકાથી ધરતી ધણધણી ઉઠી છે. વહેલી સવારે 7:13 મિનિટે 2.1ની ભૂકંપની તીવ્રતાનો પહેલો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 11 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ પર નોંધાયું હતું.  સવારે 7:15 મિનિટે 1.9ની ભૂકંપની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. બીજા આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ હતું.

જ્યારે સવારે 7:17 મિનિટે 2.3ની ભૂકંપની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. ત્રીજા આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ નોંધાયું છે. ધરા ધણધણી ઉઠતા પંથકના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. એક બાદ એક ત્રણ આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા હતા. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરી-ઑક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા. એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડમાં 3.7ની તીવ્રતા સાથે આવ્યા ભૂકંપના આંચકા

આ પણ વાંચો:કચ્છમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો, 3.0ની તીવ્રતા

આ પણ વાંચો:કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો, 3.8 ની તીવ્રતા નોંધાઈ