Valsad News/ વલસાડમાં 3.7ની તીવ્રતા સાથે આવ્યા ભૂકંપના આંચકા

વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા.

Top Stories Gujarat Breaking News

Valsad News: વલસાડમાં (Valsad) આજે વહેલી સવારે 4:35 વાગ્યે ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો છે. 3.7ની તીવ્રતા સાથે વલસાડથી દૂર 39 કિલોમીટર કેન્દ્રબિંદુ નોંધાયું છે.

વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપની ઘટનાઓને કારણે ભારે નુકસાન થયું છે. ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વલસાડમાં ભૂકંપના આંચકાના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 3.7ની તીવ્રતા સાથે ભૂકંપ આવતા કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો, 3.8 ની તીવ્રતા નોંધાઈ

આ પણ વાંચો:અમરેલીમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

આ પણ વાંચો:મહેસાણાથી 18 કિ.મી. દૂર ભૂકંપનો આંચકો, 2.6ની તીવ્રતા