Ahmedabad News: અમદાવાદ શહેરમાં લગ્નના ઉન્માદમાં આવેલા વરરાજાએ હાથી પર સવાર થઇને હવામાં ફાયરિંગ કર્યું હતું. આંબાવાડી ભુદરપુરા પાસે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. જેને લઇને એલિસબ્રિજ પોલીસને ફાયરિંગ થયા અંગે જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી એરગન કબ્જે લઇને તપાસ શરૂ કરી છે.
અમદાવાદ આંબાવાડી ભુદરપુરા પાસે આવેલા સંત કબીર ફ્લેટ પાસે લગ્નપ્રસંગમાં વરરાજાએ લોંગ બેરલ જેવા હથિયારથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. કોઇ નાગરિકે આ વીડિયો વાયરલ કરતા એલિસબ્રિજ પોલીસે તાત્કાલિક તપાસ કરી લગ્ન પ્રસંગમાં પહોંચી હતી. પોલીસને ફાયરિંગ થયાની જાણ કરાતાં એલિસબ્રિજ પોલીસ લગ્નસ્થળે પહોંચી હતી.
લગ્ન વિધિ સમાપ્ત થયા બાદ પોલીસે તેમની પૂછપરછ કરતા તેમણે એરગનથી ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે વરરાજાનું નિવેદન નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:ગરમીમાં થયો ઘટાડો, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્
આ પણ વાંચો:આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી
આ પણ વાંચો:સરકારનો નિર્ણય, 5 હજાર પ્રી-પ્રાઇમરીમાંથી 80 ટકા શાળા બંધ કરાશે