Gujarat Weather: અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીમાં આંશિક ઘટાડો થતાં રાહત અનુભવાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલાઈ હતી. પવનની દિશા બદલાતા ગરમીનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં 37.6 ડિગ્રી સાથે સરેરેશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે અમરેલીમાં 39.4 ડિગ્રી સાથે વધુ ગરમી નોંધાઈ હતી.
ગત બુધવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર થયું હતું. આમ, ચાર દિવસમાં જ અમદાવાદમાં 5 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે 26 એપ્રિલ બાદ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીને પાર જતાં અગ ઝરતી ગરમીનો અનુભવ કરાશે. આગામી 3 દિવસ તાપમાનમાં વધારાની શક્યતા નહિવત્ છે. આ પછી તાપમાનમાં તબક્કાવાર 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.
આ પણ વાંચો:આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી