Narmada/ આપના MLA ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનના જામીન નામંજૂર, જેલમાં દિવાળી ઉજવવી પડશે

રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન, ચૈતર વસાવાના પીએ જીતેન્દ્ર વસાવા અને ખેડુત રમેશ વસાવાના જામીન ના મંજુર કર્યા, એમણે જેલમાં દિવાળી ઉજવવી પડશે

Gujarat Others
AAP MLA Chaitar Vasava s wife bail denied celebrate Diwali in jail આપના MLA ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનના જામીન નામંજૂર, જેલમાં દિવાળી ઉજવવી પડશે

વિશાલ મિસ્ત્રી – પ્રતિનિધિ, રાજપીપળા

ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.આ ઘટનાને આજે એક અઠવાડીયું થયું ત્યારે હજુ પણ ધારાસભ્ય ચૈતર વસાવા ક્યાં છે તેની કોઈને ખબર નથી.નર્મદા પોલીસ અલગ અલગ વિસ્તારમાં ચૈતર વસાવાને શોધી રહી છે. ત્યારે બીજી તરફ ચૈતર વસાવાના ધર્મ પત્ની શકુંતલાબેનની ધરપકડ બાદ તબિયત બગડતા વધુ સારવાર માટે તેઓને વડોદરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમ જ પોલીસે ચૈતર વસાવાના પી.એ જીતેન્દ્ર વસાવા અને ખેડૂત રમેશની ધરપકડ કરી હતી.

શનિવારે નર્મદા જિલ્લા સ્થિત રાજપીપળાની જિલ્લા કોર્ટમાં તેઓની જામીન માટેની અરજી હતી. આ અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રિજેક્ટ કરી દેવામાં આવી છે. એટલે કે આ તમામ આરોપીઓએ હવે જેલમાં દિવાળી ઉજવવી પડશે.

બીજી તરફ ચૈતર વસાવાની આગોતરા જામીન અંગેની સુનવણી કે 20 નવેમ્બરના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવશે.એટલે કે 20 તારીખ સુધી તેમની ધરપકડ પણ પોલીસ કરી શકે છે, કારણ કે આગોતરા જામીન માટેની તારીખ 20 નવેમ્બર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનવણી થનાર છે.ત્યારે લાગી રહ્યું છે કે દિવાળીના દિવસો દરમિયાન પણ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના વતન આવી શકે નહી.હાલમાં તેઓ ક્યાં છે તેની કોઈને ખબર નથી ત્યારે આ મુદ્દો બીજી તરફ રાજકીય રીતે પણ ગરમાઈ રહ્યો છે.

Read More: જ્યાં સુધી હું ચૂપ બેઠો છું ત્યાં સુધી સારું છે… ગુજરાત ભાજપના ધારાસભ્યે ઈઝરાયેલ સાથે સરખામણી કરીને આપી ધમકી

Read More: સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ડ્રેનેજની સફાઈ દરમિયાન દુર્ઘટના, એક શ્રમિકનું મોત

Read More: મોરબી ઝૂલતા પુલ કેસના આરોપી જયસુખ પટેલ દિવાળી જેલમાં જ વિતાવશે


નર્મદા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

નર્મદા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube 

Download Mobile App : Android | IOS