Rajkot News: રાજકોટની એક ખાનગી હોસ્પિટલ (Medicare Hospital Rajkot) ફરી વિવાદમાં આવી છે. શહેરની મેડિકેર હોસ્પિટલ અને ડૉ. અમિત વરસાણી (Dr Amit Varsani) સામે એક પરિણીત મહિલાની સારવારમાં ગંભીર બેદરકારી રાખવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મહિલાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે સારવાર દરમિયાન અપાયેલા હેવી ડોઝ ઈન્જેક્શનના કારણે મહિલાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેનું જીવન પ્રભાવિત બન્યું છે.
Medicare Hospital Rajkot સામે આક્ષેપો
પરિવારના જણાવ્યા મુજબ મહિલાની સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અંદાજે ₹25 લાખ જેટલું હોસ્પિટલ બિલ ચૂકવ્યા બાદ પણ યોગ્ય સારવાર અને ન્યાય ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.પરિવારજનોનો આરોપ છે કે સારવાર દરમિયાન યોગ્ય મેડિકલ કાળજી રાખવામાં આવી નહોતી અને દવાઓના ડોઝ બાબતે પણ ગંભીર ભૂલો થઈ હતી. ઈન્જેક્શન આપ્યા બાદ મહિલાની તબિયતમાં અચાનક બગાડ આવ્યો હોવાનું પરિવારનું કહેવું છે.
આ ઘટનાને લઈને પરિવારજનોએ હોસ્પિટલ (Medicare Hospital Rajkot) અને ડૉક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પરિવારના સભ્યો ન્યાય માટે વિવિધ તંત્રો અને આરોગ્ય વિભાગ સમક્ષ રજૂઆતો કરવાની તૈયારીમાં છે.આ સમગ્ર મામલે શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. લોકોમાં ખાનગી હોસ્પિટલોમાં સારવારની ગુણવત્તા અને દર્દીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો:રાજકોટની શિવ હોસ્પિટલ કેન્સર સર્જરી બાદ વિવાદ, સર્જરી પછી સુધારો નહીં, પરિવારનો આરોપ
આ પણ વાંચો:રાજકોટ AIIMSના ફાર્મસીના વિદ્યાર્થીને સર્પદંશ, ખાનગી હોસ્પિટલમાં સારવાર મામલે ઊભો થયો વિવાદ !
આ પણ વાંચો:રાજકોટ : ફરી એકવાર વોકહાર્ટ હોસ્પિટલ આવી વિવાદમાં
