Rajkot News/ રાજકોટ AIIMSના ફાર્મસીના વિદ્યાર્થીને સર્પદંશ, ખાનગી હોસ્પિટલમાં સારવાર મામલે ઊભો થયો વિવાદ !

અરમાન જેઠવા મેડિકલ સ્ટોરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં છુપાયેલા એક સાપે તેમને દંશ માર્યો. સર્પદંશ એક ગંભીર તબીબી કટોકટી હોવા છતાં, AIIMSમાં જરૂરી સારવારની સુવિધાઓનો અભાવ હોવાને કારણે વિદ્યાર્થીએ ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડ્યો.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News:રાજકોટના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના ફાર્મસીના  વિદ્યાર્થી અરમાન જેઠવાને મેડિકલ સ્ટોરમાં સર્પદંશની ઘટના બની, જે બાદ તેમણે AIIMSમાં સારવાર લેવાને બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી. આ ઘટનાએ AIIMSના મેનેજમેન્ટ અને સુવિધાઓ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

રાજકોટ AIIMSની ફાર્મસીમાં કામ કરતાં વિદ્યાર્થી અરમાન જેઠવા 28મીએ રાત્રે 10 વાગ્યે મેડિકલ સ્ટોરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન દવા લેવા જતાં તેના ડબ્બા પાછળ છુપાયેલા સાપે તેને દંશ માર્યો હતો. પહેલાં તો તેને ખ્યાલ ન આવ્યો અને ફરી હાથ નાખ્યો એટલે બીજા બે દંશ માર્યા અને સાપે હાથમાં જ દાંત દબાવી દીધા હતા.

સર્પ દંશની જાણ થતાં અરમાને સાપને દૂર ફેંકી મદદ માટે દોડ્યો. આવી સ્થિતિમાં તે ઈમર્જન્સી વિભાગમાં પહોંચ્યો હતો અને તેણે પોતાના બે મિત્રને પણ ફોન કરી જલ્દી બોલાવ્યા હતા . ઇમરજન્સી વિભાગમાં અરમાનને ઈન્જેક્શન આપવાના હતા પરંતુ વધુ જથ્થો ન હોવાનો દાવો કરાયો હતો. ત્યારે મેડિકલ સ્ટોરના સંચાલક પહોંચ્યા હતા અને સ્ટોરમાંથી ઈન્જેક્શન મગાવીને આર્મનને અપાયું હતું.

આ દરમિયાન અરમાન બેભાન અવસ્થા માં આવી ગયો હતો, પરંતુ AIIMSમાં  ઓક્સિજન કે અન્ય વ્યવસ્થા ન હતી. અરમાનના મિત્રો ત્યાં પહોંચ્યા તો સારવાર યોગ્ય રીતે ન થતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવા વાહન બોલાવ્યું હતું જ્યાં બે દિવસની સારવાર બાદ અરમાન જોખમ મુક્ત હોવાનું પરિવારે જણાવ્યું છે.

AIIMS અગ્રણી તબીબી સંસ્થા એક દેખાવો 

રાજકોટ AIIMSની સુવિધાઓ અને મેનેજમેન્ટની કાર્યક્ષમતા પર અનેક સવાલો ઉભા કર્યા છે. AIIMS, જે એક અગ્રણી તબીબી સંસ્થા તરીકે ઓળખાય છે અને જેનો હેતુ ગુજરાતમાં ઉચ્ચ સ્તરની આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે, તેમાં આવી મૂળભૂત સુવિધાઓની કમી ચોંકાવનારી છે. રાજકોટ AIIMS 750 બેડની હોસ્પિટલ છે, જેમાં બહુવિધ વિશેષતા અને સુપર-સ્પેશિયાલિટી વિભાગો હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ સર્પદંશ જેવી સામાન્ય કટોકટીની સારવાર માટે સાધનોનો અભાવ ગંભીર ચિંતાનો વિષય છે.

લોકોની નારાજગી

સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓએ આ ઘટના બાદ AIIMSના વહીવટ પર નારાજગી વ્યક્ત કરી છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું, “જો AIIMS જેવી સંસ્થામાં પણ સર્પદંશની સારવાર માટેની સુવિધા ન હોય, તો આવી હોસ્પિટલનો શું અર્થ?” ગ્રામીણ વિસ્તારોમાં સર્પદંશની ઘટનાઓ સામાન્ય હોવા છતાં, AIIMS જેવી સંસ્થામાં આવી સુવિધાઓનો અભાવ ચોંકાવનારો છે. આ ઘટનાએ રાજ્યના આરોગ્ય વિભાગની તૈયારીઓ પર પણ સવાલો ઉભા કર્યા છે. નિષ્ણાતોના મતે, સર્પદંશની સારવાર માટે એન્ટી-વેનમનો પૂરતો જથ્થો અને તાત્કાલિક સારવારની વ્યવસ્થા હોવી અત્યંત જરૂરી છે, કારણ કે ‘ગોલ્ડન અવર’માં સારવાર ન મળે તો દર્દીનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે.

હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા માટેની પ્રક્રિયા ચાલુ

AIIMSના મેનેજમેન્ટે આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. જોકે, સૂત્રોનું માનીએ તો, હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા માટેની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ હજુ સુધી તે પૂર્ણ થઈ નથી. આ ઘટનાએ એકવાર ફરીથી રાજકોટ AIIMSની આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને તેની તૈયારી પર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે, AIIMSમાં આવી ગંભીર કટોકટીઓનો સામનો કરવા માટે જરૂરી સાધનો અને સ્ટાફની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. આ ઘટના બાદ રાજકોટ AIIMSમાં સુવિધાઓના અભાવને લઈને ચર્ચાઓ ગરમાઈ છે, અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ પગલાં લેવાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તું અહીથી જવાદે મારા સામેથી, રાજકોટ સિવિલ સ્ટાફની લૂખી દાદાગીરી, મીરા આહિરને થયો કડવો અનુભવ

આ પણ વાંચો:રાજકોટ જન્માષ્ટમી લોકમેળો 2025: રાઇડ્સની મજા સાથે ટિકિટ દરમાં વધારો, સલામતી અંગે ચિંતા

આ પણ વાંચો:રાજકોટમાં થિયેટરમાં સૈયારા ફિલ્મ જોતા જોતા બિયર પીતા બે યુવકો ઝડપાયા, પોલીસે એક સામે જ FIR કરી, સ્થળ પણ બદલી નાખ્યું