india news/ ટ્રમ્પ ટેરિફ પર ઈરાનને ભારતને આપ્યું મજબૂત સમર્થન, PM મોદીએ કરી UAEના રાષ્ટ્રપતિ સાથે વાત કરી!

અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને ‘આર્થિક સામ્રાજ્યવાદ’નું આધુનિક સ્વરૂપ ગણાવ્યું છે.

international NATIONAL World Trending

Indo-US News: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અને વેપારને લઈને ચાલી રહેલા વિવાદમાં ઈરાન ભારતના સમર્થનમાં આવ્યું છે, અને અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને ‘આર્થિક સામ્રાજ્યવાદ’નું આધુનિક સ્વરૂપ ગણાવ્યું છે. ઈરાનની ભારતમાં આવેલી એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યું કે, અમેરિકા વેપાર અને પ્રતિબંધોનો ઉપયોગ હથિયાર તરીકે કરીને ભારત અને ઈરાન જેવા સ્વતંત્ર દેશોના વિકાસને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે

ઈરાનના આ નિવેદનનો સમય એવો છે જ્યારે અમેરિકાએ ઈરાન સાથે પેટ્રોકેમિકલ વેપાર કરતી છ ભારતીય કંપનીઓ સહિત વિશ્વભરની 20 એન્ટિટીઓ પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ ઉપરાંત, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 7 ઓગસ્ટથી ભારતની તમામ આયાતો પર 25% ટેરિફ લાગુ કરવાની ઘોષણા કરી છે, જેમાં ભારતના રશિયા સાથેના તેલ અને સૈન્ય વેપારને લઈને વધારાની સજા પણ સામેલ છે. ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું, “ભારતના ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે, અને અમે ભારત સાથે બહુ ઓછો વેપાર કરીએ છીએ.”

ઈરાને આ પગલાંને આંતરરાષ્ટ્રીય કાયદા અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ઈરાનની એમ્બેસીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, “આવી નીતિઓનો પ્રતિકાર કરવો એ બિન-પશ્ચિમી દેશોના નેતૃત્વમાં નવી બહુપક્ષીય વિશ્વ વ્યવસ્થા અને મજબૂત ગ્લોબલ સાઉથ માટેનું પગલું છે.” ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એસ્માઈલ બાગાઈએ આ પ્રતિબંધોને “દૂષિત કૃત્ય” ગણાવીને તેની ટીકા કરી અને કહ્યું કે, આનો હેતુ ઈરાનની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનો છે.

ઈરાને વિકાસશીલ દેશો વચ્ચે મજબૂત જોડાણ બનાવવાની અને આર્થિક સામ્રાજ્યવાદ સામે નવી સિસ્ટમની સ્થાપનાની હિમાયત કરી છે. આ નિવેદનનું કારણ એ છે કે  જ્યારે ભારત રશિયા અને ઈરાન સાથેના આર્થિક સંબંધોને મજબૂત સ્થાપિત કરી શકે. ભારતે તાજેતરના વર્ષોમાં રશિયન ક્રૂડ ઓઈલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે હવે તેની ઊર્જા જરૂરિયાતોના 35-40% જેટલો હિસ્સો ધરાવે છે.

આ ઘટનાએ ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે વેપાર માટે મહત્વનું બતાવ્યું છે. જોકે, અમેરિકાના પ્રતિબંધો અને ટેરિફથી આ પ્રોજેક્ટ પર પણ અસર પડી શકે છે. ઈરાને ભારત સાથેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, અને આ ઘટનાક્રમ બ્રિક્સ અને ગ્લોબલ સાઉથના દેશો વચ્ચે નવા સહકારની શરૂઆત કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારત અવકાશમાં ઇતિહાસ રચશે… નાસા-ઇસરોનું NISAR મિશન આજે લોન્ચ થશે

આ પણ વાંચો:પ્રેમના બહાને નાની છોકરીઓ સાથે ગંદી હરકતો કરતો હતો, મામલો સામે આવતા શિક્ષકે ઠપકો આપ્યો!

આ પણ વાંચો:આજે દિલ્હી-યુપીમાં ભારે વરસાદ પડશે, હિમાચલ-ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ચેતવણી