Panchmahal News : પંચમહાલમાં ગોધરા GIDC માંથી શંકાસ્પદ સફેદ પાઉડર જપ્ત કરવામાં આવ્યો છે. ગોધરા GIDC માં આવેલ રાજકિરણ ટ્રાન્સપોર્ટમાંથી આ શંકાસ્પદ સફેદ પાઉડરનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ પાઉડરના બે પાર્સલ જપ્ત કર્યા હતા.
પ્રાથમિક તપાસમાં આ શંકાસ્પદ પાઉડર હૈદરાબાદથી મંગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પાર્સલ લેનાર શંકાસ્પદ જણાતા ટ્રાન્સપોર્ટ માલિકે પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસે પાર્સલ મંગાવનાર શખ્સની પુછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ૧૭૫ મું અંગદાન, અમદાવાદમાં ૧૧ મહિનામાં કુલ ૩૬ અંગદાન
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલનો ડંકો વાગ્યો, રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ એનાયત
