ગુજરાત/ વિધાનસભામાં કૉંગ્રેસના દંડક સહિત અનેક પદ ઉપર નિયુક્તિની જાહેરાત, જાણો કોને ફાળે આવ્યું પદ

ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના દંડકની જાહેરાત કરતાં કૉંગ્રેસે ગાંધીનગરના ધારાસભ્ય સીજે ચાવડાને દંડક બનાવ્યા  છે. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને ઉપદંડ બનાવાયા છે.

Top Stories Gujarat
વિધાનસભાનું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ હરકતમાં આવી ગઇ છે. એક પછી એક પદ ઉપર નિમણૂક કરી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં ઘણા સમયથી ખાલી પડેલી વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ જેવી મહત્વની નિમણૂકો ગત વર્ષે ડિસેમ્બર માસમાં કરવામાં આવી હતી. જેમાં જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ અને સુખરામ રાઠવાને વિપક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. હવે કોંગ્રેસે વિધાનસભામાં દંડક, ઉપદંડ અને પ્રવકતા, ખજાનચી  જેવા રિક્ત સ્થાનો ઉપર નિમણૂક કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના દંડકની જાહેરાત કરતાં કૉંગ્રેસે ગાંધીનગરના ધારાસભ્ય સીજે ચાવડાને દંડક બનાવ્યા  છે. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને ઉપદંડ બનાવાયા છે. તો  પેટલાદ ના ધારાસભ્ય નિરંજન પટેલને ખજાનચી બનાવ્યા છે. ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર મુખ્ય પ્રવક્તા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને શાહપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, અમરિશ ડેર, કિરીટ પટેલ, બળદેવજી ઠાકોરને પ્રવક્તા બનાવાયા છે.

Ukraine Crisis / યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા, પરિવારજનોએ સરકારને કરી રજૂઆત

Hijab Controversy / હિજાબ શું છે, ક્યારે અને શા માટે તેનું ચલણ શરૂ થયું, તે સૌથી પહેલા ક્યાં પહેરવામાં આવ્યું હતું

Life Management / રાજાએ પંડિતજીના પુત્રને મૂર્ખ કહ્યો, સત્ય જાણીને પંડિતજીને નવાઈ લાગી… પછી શું થયું?

રાશિ / 22મી ફેબ્રુઆરીએ થશે અસ્ત ગુરૂ ગ્રહ, 23મી માર્ચ સુધી નહીં થાય શુભ કાર્ય

Ukraine Conflict / USA જાપાન-જર્મની સહિત એક ડઝન દેશોએ પોતાના નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું