રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે. વિશ્વના અનેક દેશ પોતાના નાગરિકોને પાછા બોલાવી રહ્યું છે. ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચેના સંભવિત યુદ્ધની અસર ગુજરાતી વિદ્યાર્થીઓ પર પડી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ બની રહી છે, હાલ ત્યાં તણાવનો માહોલ છે ત્યારે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા અનેક ભારતીય વિદ્યાર્થી ફસાયેલા છે. ગુજરાતી વિધાર્થીઓના વાલીઓ ચિંતિત બન્યા છે. સંભવિત યુદ્ધના કારણે ફ્લાઈટના ભાડામાં પણ વધારો કરાયો છે. સરકાર સંતાનોને પરત લાવવા મદદ કરે તેવી વાલીઓની માંગ ઉઠી છે. ત્યારે વડોદરાના ત્રણ પરિવારજનોએ ગાંધીનગર સચિવાલય ખાતે CM અને રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરવા પહોંચ્યા છે.
જીતુ વાઘાણીનું નિવેદન
યુક્રેન ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ મામલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યુ હતું. ને જણાવ્યું હતું કે, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ મામલે સરકાર ચિંતિત છે. અને ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લવવાણી વ્યવસ્થા કરવામાં આવશે. રાજય સરકાર સતત આ મામલે કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે. અને ફસાયેલા વિદ્યાર્થીઓને પાછા લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.
એક અંદાજ મુજબ યુક્રેનમાં અભ્યાસ કરતા આશરે 18 હજારથી પણ વધુ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે . તો
ગુજરાતના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધની તૈયારી ચાલી રહી હોવાથી ગુજરાતી વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત બન્યા છે.ફ્લાઈટનું ભાડું સામાન્ય રીતે 20 હજાર હોય છે તેનું હાલ એક લાખ રૂપિયા થયું છે.
આ દેશોએ તેમના નાગરિકોને બહાર કાઢવાનું શરૂ કર્યું
લગભગ એક ડઝન દેશોએ યુક્રેનમાંથી તેમના નાગરિકોને બહાર કાઢવાની હાકલ કરી છે. યુક્રેન છોડવા માટે હાકલ કરવાવાળમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, ઇટાલી, બ્રિટન, આયર્લેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, કેનેડા, નોર્વે, એસ્ટોનિયા, લિથુઆનિયા, બલ્ગેરિયા, સ્લોવેનિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇઝરાયેલ, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.
Hijab Controversy / હિજાબ શું છે, ક્યારે અને શા માટે તેનું ચલણ શરૂ થયું, તે સૌથી પહેલા ક્યાં પહેરવામાં આવ્યું હતું
Life Management / રાજાએ પંડિતજીના પુત્રને મૂર્ખ કહ્યો, સત્ય જાણીને પંડિતજીને નવાઈ લાગી… પછી શું થયું?
રાશિ / 22મી ફેબ્રુઆરીએ થશે અસ્ત ગુરૂ ગ્રહ, 23મી માર્ચ સુધી નહીં થાય શુભ કાર્ય
Ukraine Conflict / USA જાપાન-જર્મની સહિત એક ડઝન દેશોએ પોતાના નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું
