Not Set/ ન્યૂયોર્ક ટાઈમ્સ, ધી ગાર્ડિયન, CNN સહિત વિશ્વની ઘણી ન્યૂઝ વેબસાઇટ અચાનક ઠપ

ન્યૂયોર્ક ટાઈમ્સ, ધી ગાર્ડિયન, CNN, ફાઇનાન્સિયલ ટાઇમ્સ, બ્લૂમબર્ગ ન્યૂઝ વેબસાઇટ્સ સહિત વિશ્વની ઘણી વેબસાઇટ્સ ડાઉન થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories Trending

મંગળવારનાં રોજ સમગ્ર વિશ્વમાં અચાનક ઈન્ટરનેટ ઠપ થઇ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ, ધી ગાર્ડિયન, CNN, ફાઇનાન્સિયલ ટાઇમ્સ, બ્લૂમબર્ગ ન્યૂઝ વેબસાઇટ્સ સહિત વિશ્વની ઘણી વેબસાઇટ્સ ડાઉન થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ તમામ વેબસાઇટ્સ ખુલી રહી નથી. તેમા એરર આવતા બંધ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

સાવધાન! / WHO ચીફે કોરોના પ્રતિબંધોને વહેલા દૂર કરવા અંગે આપી ચેતવણી

આપને જણાવી દઇએ કે, આ સમસ્યા અડધા કલાકથી થઈ રહી છે. યુકેમાં પણ મોટાભાગની ન્યૂઝ વેબસાઇટ્સ ખોલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કેમ થઈ રહ્યું છે તે હજી જાણી શકાયું નથી. બ્રિટનની ગાર્ડિયન કહે છે કે ઇન્ટરનેટ શટડાઉન વચ્ચે તેની વેબસાઇટ અને એપ્લિકેશન બંધ થઇ ગઇ છે. ન્યૂઝ વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અસર કરતી વિશ્વભરની વેબસાઇટ્સમાં અનેક અવરોધો આવતા અલગ-અલગ અફવાઓ ફેલાવવાની શરૂ થઇ ગઇ છે.

યુપી મોકડ્રીલ દુર્ઘટના / ભાજપ શાસનમાં ઓક્સિજન અને માનવતા બન્નેની છે ભારે અછતઃ રાહુલ ગાંધી

રોઇટર્સ પણ સાઇટ્સને અસર કરતી સમસ્યાની પુષ્ટિ કરી શક્યા નથી. Amazon.com ઇંકની રિટેલ વેબસાઇટ પણ ઈન્ટરનેટ બંધ હોવાનો સામનો કરી રહી છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સ, ધ ગાર્ડિયન, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અને બ્લૂમબર્ગ ન્યૂઝ સહિતનાં સમાચારો દ્વારા સંચાલિત મુખ્ય વેબસાઇટ્સ બંધ થઇ ગઇ છે.

આપને જણાવી દઇએ કે, યુકેની સરકારની વેબસાઇટ, બ્લૂમબર્ગ, ફાઇનાન્સિયલ ટાઇમ્સ, રેડિટ, પિનટ્રેસ્ટ, ટ્વિચ, ન્યૂયોર્ક ટાઇમ્સ, ધ ગાર્ડિયન, બીબીસી વેબસાઇટ અચાનક બંધ થઇ ગઇ છે. જો કે હજી સુધી કોઈ પણ વેબસાઇટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આ સમસ્યા લગભગ 45 મિનિટ સુધી રહી. હજી સુધી આ સમસ્યાનાં વાસ્તવિક કારણ વિશે કંઇ કહેવામાં આવ્યું નથી. જોકે શરૂઆતમાં તે ટેકનિકલ સમસ્યા હોવાનું માનવામાં આવે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કહ્યું છે કે ખાનગી સીડીએન એટલે કે કન્ટેન્ટ ડિલિવરી નેટવર્કમાં ખામી હોવાને કારણે આ સમસ્યા ઉભી થઈ છે. કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ કંપનીઓ વેબ સેવાઓની કામગીરી અને ઉપલબ્ધતામાં સુધારો કરવા માટે વૈશ્વિક નેટવર્કનાં સર્વર્સ ચલાવે છે.

દક્ષિણ આફ્રિકા / મહાત્મા ગાંધીની પ્રપૌત્રીને 62 લાખની ચોરી અને છેતરપિંડી માટે 7 વર્ષની જેલ કરાઈ

ફાઇનાન્સિયલ ટાઇમ્સનાં કર્મચારી દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે. વધુમાં જણાવી દઇએ કે, ભારતમાં ઇન્કમટેક્સ વેબસાઇટ પણ બપોરે ક્રેશ થઈ ગઈ હતી. આ પછી, નાણાં પ્રધાને ટ્વિટ કરીને ઇન્ફોસીસને તેને ઠીક કરવાનું કહ્યું હતુ. જો કે ઈનકમ ટેક્સની વેબસાઇટ બનાવવા અને મેનેજ કરવા માટે ઇનફોસીસની સાથે જ પાર્ટનરશીપ કરવામાં આવી છે. હજી સુધી આ અંગે કોઈ કંપની તરફથી નિવેદન આવ્યું નથી. આપને જણાવી દઈએ કે વેબસાઇટ્સને અસર કરવા પાછળનું કારણ અત્યારે સ્પષ્ટ થયુ નથી.