ભારતીય સુરક્ષાબળે અનંતનાગ જીલ્લામાં ૬ આતંકવાદીને ઠાર કર્યા છે. દક્ષીણ કાશ્મીરમાં આવેલા અનંતનાગ જીલ્લામાં સુરક્ષાબળના જવાનોને કેટલાક આતંકીઓ છુપાયા હોવાના સમચાર મળ્યા હતા અને ત્યારબાદ ઓપરેશન ચાલુ કરી દીધું હતું.
#JammuAndKashmir: Six terrorists have been killed in the encounter which started this morning in Sekipora area of Bijbehara in Anantnag district. Arms and ammunition have recovered. Operation is underway. (visuals deferred by unspecified time) pic.twitter.com/i4nywaW3fm
— ANI (@ANI) November 23, 2018
પોલીસના જણાવ્યા પ્રમાણે લાંબો સમય સુધી ચાલેલા આ એનકાઉન્ટરમાં ૬ આતંકીઓનો ઠાર કરવામાં આવ્યો છે અને તેની ડેડબોડીને જપ્ત કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ઠાર કરેલ આતંકીઓ લશ્કરે-તૈયબા સાથે જોડાયેલા હોઈ શકે છે.જો કે સર્ચ ઓપરેશન હાલ પણ ચાલુ રાખવામાં આવ્યું છે.ઘટના સ્થળથી કેટલાક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ઉલ્લખનીય છે કે ગુરુવારે કુલગામમાં આર્મીના આરઆર કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આની પહેલા પણ મંગળવારે કરેલા એનકાઉન્ટરમાં ૪ આતંકીઓને ઠાર કરી દીધા હતા. જો કે આ એનકાઉન્ટરમાં એક જવાન શહીદ થઇ ગયો હતો જયારે અન્ય ૩ જવાનો ઘાયલ થયા હતા.
જો કે સર્ચ ઓપરેશન હાલ પણ ચાલુ રાખવામાં આવ્યું છે.ઘટના સ્થળથી કેટલાક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.
