Palanpur News: પાલનપુરમાં રખડતા ઢોરોનો જબરદસ્ત ત્રાસ જોવા મળ્યો છે. શાળાએ જતાં વિદ્યાર્થી પર આખલાનો હુમલો થયો છે. બે આખલા વચ્ચે ચાલતી મારકણી લડાઈ દરમિયાન આખલાએ શાળાએ જતાં વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. તેણે વિદ્યાર્થી પર હુમલો કરી તેને હવામાં ફંગોળ્યો હતો. તેના લીધે 17 વર્ષના વિદ્યાર્થીને ગંભીર ઇજા થઈ હતી.
પાલનપુરના રામજી નગર વિસ્તારમાં સોમવારે એક આખલાએ સ્કૂલ જતા ધો. 11ના વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોચાડી જાંઘમાં શીંગડું ગુસાડી દીધું હતું ઉપરાંત ઈજાઓ પહોચાડી હતી. આ વિસ્તારમાં બે આખલા લડીને છૂટા પડ્યા બાદ એક આખલાએ ઘરેથી સ્કૂલ જઈ રહેલા વિદ્યાર્થીને હવામાં ચાર થી પાંચ વાર ફંગોળી દીધો હતો, જેમાં તેને આ ઈજાઓ થતા પરિવારજનો તુરંત હાઇવે પર આવેલી ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસ ભવન પર પથ્થરમારાનો મામલો, કાર્યકરની લાગણી સેલ બનાવવા માંગ
આ પણ વાંચો: શિક્ષણ વિભાગની તપાસમાં પીપળિયાની નકલી શાળાનો થયો પર્દાફાશ
આ પણ વાંચો: ઊંઝા APMCના 5 ડિરેક્ટરોનો મામલો, હાઈકોર્ટે ફગાવી અરજી
આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં લાંચ લીધાની સાગઠિયાની કબૂલાત
