Mehsana/ ઊંઝા APMCના 5 ડિરેક્ટરોનો મામલો, હાઈકોર્ટે ફગાવી અરજી

ઊંઝા APMCના 5 ડિરેક્ટરોએ વહીવટમાં ચાલુ રહેવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે અરજી ફગાવતા વર્તમાન ડિરેકટરોનું સત્તા પર રહેવાનું સપનું રોળાયું.

Top Stories Gujarat Others

Mehsana News: ઊંઝા APMCના 5 ડિરેક્ટરોએ વહીવટમાં ચાલુ રહેવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે અરજી ફગાવતા વર્તમાન ડિરેકટરોનું સત્તા પર રહેવાનું સપનું રોળાયું. ઊંઝા APMCની વર્તમાન બોડીની ચૂંટણીની મુદત પૂર્ણ થઈ ગઈ છે. અને નવી જો ચૂંટણી ના થાય ત્યાં સુધી વહીવટમાં ચાલુ રહેવા માટે APMCના 5 ડિરકટોરોએ હાઈકોર્ટીમાં પિટિશન દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી.

મહત્વનું છે કે ઊંઝા APMCની 20 જૂનના રોજ મુદત પૂર્ણ થઈ ગઈ છે. અને કોઈ નવા ડિરેક્ટરોની નિમણૂંક થઈ નથી. ત્યારે APMCના ચેરમેન દિનેશ પટેલ સહિત 5 ડિરેક્ટરોએ રજૂઆત કરી કે સરકાર ટૂંક સમયમાં ચૂંટણી કરવાની હોવાથી તેમને વહીવટમાં ચાલુ રાખવામાં આવે. મુદત પૂર્ણ થતા APMCના જૂના વહીવટદારોએ એક્સટેન્શન માગ્યુ હતું. જો કે APMCમાં 15 પૈકી 5 ડિરેક્ટરે એક્સટેન્શન માગ્યું હોવાથી હાઈકોર્ટ તેમની અરજી ફગાવી.

હાઈકોર્ટે 5 ડિરેક્ટરોની વહીવટમાં વધુ રહી સત્તા ભોગવવાના સપના પર પાણી ફેરવ્યું છે. જો કે ટૂંક સમયમાં ઊંઝા APMC અંગે નિર્ણય લેવાશે. સરકાર ટૂંક સમયમાં ચૂંટણી જાહેર કરી વહીવટદારની કરી શકે છે નિમણૂક.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાદડિયાનો વળતો પ્રહારઃ ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવા અપીલ થઈ હતી

આ પણ વાંચો: શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું, દર્દીઓની સંખ્યા વધી, કોલેરાનાં 3 કેસ

આ પણ વાંચો: વ્યાજખોરોનો આંતક આસમાને, જામનગરમાં વૃદ્ધની ઝેરી દવા પી આત્મહત્યા