કોરોના/ ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કોરોના સંક્રમિત,ટ્વિટર પર આપી માહિતી

રાજ્યમાં કોરોનાના કેસોમાં એકદમ ઉછાળો જોવા મળ્યો છે, હાલ અમદાવાદ સહિત મોટા શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે

Top Stories Gujarat
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોના સંક્રમિત
  • ઋષિકેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • RTPCR ટેસ્ટનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
  • સંપર્કમાં આવેલ મિત્રોને ટેસ્ટ કરવવા કરી અપીલ
  • હાલ આરોગ્ય મંત્રી થયા હોમ ક્વોરોન્ટાઇન

રાજ્યમાં કોરોનાના કેસોમાં એકદમ ઉછાળો જોવા મળ્યો છે, હાલ અમદાવાદ સહિત મોટા શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. ગુજરાતના આરોગ્યમંત્રી ઋશિકેશ પટેલને કોરોના થયા હોવાના સમનાચાર સામે આવી રહ્યા છે.

આરોગ્યમંત્રી કોરોના સંક્રમિત થયા છે.તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ માહિતી તેમણે ટ્વિટર પર આપી છેે .અને જે લોકો આ સમયગાળા દરમિયાન સંપર્કમાં આવ્યા હોય તેવા તમામ મિત્રોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. હાલ આરોગ્યમંત્રી હોમ ક્વોરેન્ટાઇ થયા છે.