Not Set/ ઠંડીએ બતાવ્યો પ્રકોપ, જામનગરમાં અડધો કલાક મોડી સ્કૂલો શરૂ કરવા નિર્ણય

રાજ્યમાં હાલ બરાબરની ઠંડી જામી છે અને અમુક જિલ્લામાં તાપમાનનો પારો 12 ડીગ્રી કરતા પણ ઘટી ગયો છે.ઠંડીના કારણે મોર્નિંગ સ્કૂલ જતા વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ રહી છે,ત્યારે જામનગરની સ્કૂલોને અડધો કલાક મોડી શરૂ કરવાના આદેશો કરાયા છે. તીવ્ર ઠંડીના કારણે જામનગરમાં જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાના આચાર્યોને સ્કૂલનો સમય ઓછો કરવા […]

Gujarat Others

રાજ્યમાં હાલ બરાબરની ઠંડી જામી છે અને અમુક જિલ્લામાં તાપમાનનો પારો 12 ડીગ્રી કરતા પણ ઘટી ગયો છે.ઠંડીના કારણે મોર્નિંગ સ્કૂલ જતા વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ રહી છે,ત્યારે જામનગરની સ્કૂલોને અડધો કલાક મોડી શરૂ કરવાના આદેશો કરાયા છે.

તીવ્ર ઠંડીના કારણે જામનગરમાં જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાના આચાર્યોને સ્કૂલનો સમય ઓછો કરવા પરિપત્ર પાઠવ્યો છે. જેમાં સવારની શાળામાં સવારનો સમય અડધો કલાક મોડો કરવા  જે શાળામાં એક પાળી ચાલતી હોય તે શાળાનો સમય સવારે 10.30 થી 5 કલાક રાખવા અને નિયત સમય કરતા વધુ સમય વિધાર્થીઓને શૈક્ષણિક કાર્ય માટે નહીં રોકવા જણાવાયું છે.

આટલું જ નહીં સવારની પાળીમાં ચાલતી શાળાઓનો સમય અડધો કલાક મોડો કરવા, સમય ફેરફાર કરતા શાળાના શૈક્ષણિક કાર્યના કલાકો નિયમાનુસાર જળવાઇ રહે તે મુજબ આયોજન કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ ફેરફાર માત્ર 30 જાન્યુઆરી સુધી લાગુ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.