Not Set/ સુરત/ ખાનગી શાળાના ટ્રસ્ટી પર શાળાની જ મહિલા શિક્ષિકા દ્વારા છેડતીનો આરોપ

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના ટ્રસ્ટી પર શાળાની જ મહિલા શિક્ષિકા દ્વારા છેડતીનો આરોપ મુકવામાં આવ્યો છે.જે અંગે મહિલા શિક્ષકાએ અડાજણ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.શિક્ષિકાના આરોપ  છે કે તેણીને વર્ષ 2018 થી  માર્ચ 2019 દરમ્યાન શાળાના ટ્રસ્ટી દ્વારા બીભત્સ ચેનચાળા કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.જ્યાં […]

Gujarat Surat

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના ટ્રસ્ટી પર શાળાની જ મહિલા શિક્ષિકા દ્વારા છેડતીનો આરોપ મુકવામાં આવ્યો છે.જે અંગે મહિલા શિક્ષકાએ અડાજણ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.શિક્ષિકાના આરોપ  છે કે તેણીને વર્ષ 2018 થી  માર્ચ 2019 દરમ્યાન શાળાના ટ્રસ્ટી દ્વારા બીભત્સ ચેનચાળા કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.જ્યાં આખરે તેણીએ ટ્રસ્ટી ના આ અસભ્ય વર્તન અંગે પોલીસ નું શરણું લેવાની ફરજ પડી છે….

અડાજણ ની ગજેરા ગ્લોબલ સ્કૂલના સંચાલક સામે ગંભીર આરોપ થયા છે.શાળામાં જ શિક્ષિકા તરીકેની ફરજ બજાવતી મહિલા કર્મચારીએ ટ્રસ્ટી ચુનીલાલ હરિલાલ ગજેરા સામે છેડતી નો આરોપ મૂક્યો છે.શિક્ષિકાના આરોપ છે કે તેણી સાથે શાળાના ટ્રસ્ટી ચુનીલાલ ગજેરા અવારનવાર બીભત્સ ચેનચાળા કરતા આવ્યા છે.ઓફિસમાં પણ તેણી ની સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું..જ્યારે વારંવાર માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો.વર્ષ 2018 માં 15 મી ડિસેમ્બર થી 27 માર્ચ 2019 દરમ્યાન તેણી સાથે ટ્રસ્ટી દ્વારા અશોભનીય વર્તન કર્યું છે.જે અંગે તેણીએ અગાઉ આ બાબતે ઠપકો પણ આપ્યો હતો.પરંતુ તેમ છતાં માનસિક ત્રાસ આપવાનું ચાલુ રહેતા તેણીએ શાળાએ થી પડતું મૂક્યું હતું.જ્યાં બાદમાં આ અંગેની લેખિતમાં અરજી અડાજણ પોલીસ મથકમાં આપવામાં આવી હતી.મહિલા શિક્ષિકા દ્વારા અરજી આપ્યા બાદ તેણીના મોબાઈલ પર પણ ટ્રસ્ટી ચુનીલાલ ગજેરા મેસેજ કરતા હતા.જે અંગેની જાણ અડાજણ પોલીસને કરાતા પોલીસે પુરાવાના આધારે ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી ચુનીલાલ ગજેરા સામે છેડતી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે…..

મહિલાની ફરિયાદના આધારે પોલીસે હાલ શાળાના ટ્રસ્ટી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસનું કહેવું છે કે જે પ્રમાણે પુરાવા મળશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે..મહિલાના જણાવ્યાં પ્રમાણે ચાલુ શાળાએ અને ઘરે ગયા બાદ તેણીના મોબાઈલ પર મેસેજ કરવામાં આવ્યા હતા.એક વખત ઓફિસમાં પણ બોલાવી તેમના દ્વારા મહિલા સાથે અસભ્ય વર્તન કર્યાનું તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે.જ્યાં સુધી પાક્કા પુરાવા ના મળે ત્યાં સુધી પ્રાથમિક દ્રષ્ટિએ કઇ કહી શકાય નહીં…હાલ મહિલાએ પોતાનો મોબાઈલ રજૂ કર્યો નથી જેથી હાલના સ્ટેજે કાઈ કહી શકાય નહીં…

જોકે મહિલા ની ફરિયાદ બાદ ગ્લોબલ ગજેરા શાળા દ્વારા પત્રકાર પરિસદ યોજી ખુલાસો કર્યો હતો.અને મહિલાએ શાળા ના ટ્રાષ્ટિ ચિનું ગજેરા પર લગાવેલા આરોપો ને ખોટા પાયા વિહોણા ગણાવ્યા હતા.ચિનું ગાજેરાની પુત્રી કિંજલ ગજેરા દ્વારા શાળા ના આચાર્ય અને બે વાલીઓ સાથે રાખી મહિલા ખોટી હોવાનો આક્ષેપ કર્યો હતો.મહિલા ને શાળા માંથી કાઢી મુકતા તેને આ પ્રમાણે આરોપ લગાવી બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.જોકે મહિલા એ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે આવનાર સમયમાં પોલીસ તપાસ સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે અને દૂધ નું દૂધ પાણીનું પાણી સામે આવશે તેવો દાવો ઉદ્યોગપતિ અને ગ્લોબલ ગજેરા શાળા ના ટ્રસ્ટી ચિનું ગજેરાની પુત્રીએ મીડિયા સમક્ષ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews