Not Set/ સ્પોર્ટ્સ/ ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, ટીમનો આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

શ્રીલંકા સામે રમાવવાની પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થઇ ગયો છે. ગુવાહાટીનાં બારસપારા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન કોહલીને આંગળીએ ઇજા થઈ હતી. પ્રેક્ટિસ દરમિયાન કેચ લેતી વખતે કોહલીને આ ઈજા થઈ હતી, ત્યારબાદ તે ખૂબ પીડાઇ રહ્યો હોય તેવુ દેખાયુ હતુ. ત્યારબાદ ભારતીય ફીજિયો મેદાનમાં આવ્યા અને તેના હાથ પર […]

Top Stories Sports

શ્રીલંકા સામે રમાવવાની પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થઇ ગયો છે. ગુવાહાટીનાં બારસપારા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન કોહલીને આંગળીએ ઇજા થઈ હતી.

Image result for virat kohli and players practice

પ્રેક્ટિસ દરમિયાન કેચ લેતી વખતે કોહલીને આ ઈજા થઈ હતી, ત્યારબાદ તે ખૂબ પીડાઇ રહ્યો હોય તેવુ દેખાયુ હતુ. ત્યારબાદ ભારતીય ફીજિયો મેદાનમાં આવ્યા અને તેના હાથ પર મેજીક સ્પ્રે લગાવ્યો હતો. જો કે અહી સારી વાત એ રહી કે કોહલીની ઈજા એટલી ગંભીર જણાતી નથી. આજ કારણ છે કે શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં તે ગુમાવશે નહી.

આપને જણાવી દઇએ કે, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ આ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. પરંતુ આ પાછળનું કારણ ઈજા ન હતું. એનડીટીવી સ્પોર્ટ્સનાં જણાવ્યા અનુસાર જાડેજા મોડી રાત્રે ગુવાહાટી પહોંચ્યો હતો અને તે જ કારણોસર તે ટીમ સાથે પ્રેક્ટિસમાં ભાગ લઈ શક્યો ન હતો. આ સિરીઝ માટે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પાછો ફર્યો છે. જે પીઠની ઈજાને કારણે સપ્ટેમ્બર 2019 થી ટીમ ઈન્ડિયાથી દૂર હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.