Gujarat Election/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે આવશે અમદાવાદ, રાણીપની શાળામાં આપશે મત

 ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું પ્રચાર પડધમ શાંત થઇ ગયું છે. હવે પાંચ તારીખે 93 બેઠકો પર મતદાન થવાનું છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
Prime Minister will come to vote in Ahmedabad 
  • વડાપ્રધાન મોદી આજે સાંજે આવશે ગુજરાત
  • કાલે મતદાન કરવા માટે આવશે અમદાવાદ
  • કાલે રાણીપની શાળામાં મતદાન કરવા જશે
  • માતા હિરાબા સાથે કરી શકે છે મુલાકાત
  • હીરા બા ગાંધીનગર રાયસણમાં કરશે મતદાન
  • આવતીકાલે બીજા તબક્કાનું યોજાશે મતદાન

Prime Minister will come to vote in Ahmedabad       ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું પ્રચાર પડધમ શાંત થઇ ગયું છે. હવે પાંચ તારીખે 93 બેઠકો પર મતદાન થવાનું છે.બીજા તબક્કાની 93 બેઠકો પર મહાસંગ્રામ ખેલાશે,આમ આદમી પાર્ટીના લીધે સમીકરણો બદલાશે તેવી ધારણ બાંધવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયની બાગડોર સંભાળી લીધી છે. પ્રધાનસેવક બીજા તબકકાની ચૂંટણી માટે મતદાન કરવા અમદાવાદ આવશે. અમદાવાદના રાણીપ વિસ્તારની શાળામાં નરેન્દ્ર મોદી મતદાન કરશે. આ ઉપરાંત માતા હિરાબા સાથે પણ કરી શકે છે  મુલાકાત . બીજા તબક્કાની ચૂંટણીના મતદાન માટે નરેન્દ્ર મોદીના માતાશ્રી હિરાબા ગાંધીનગરના રાયસણમાં મતદાન કરવામાં આવશે. આવતીકાલે 93 બેઠકો પર થવાનું છે મતદાન.

ઉલ્લેખનીય છે કે  ભાજપે ચૂંટણી જીતવા માટે ખુબ પ્રચાર કર્યો છે,નરેન્દ્ર મોદીએ આદિવાસી બેઠકો પર પણ ખુબ ફોકસ કર્યો હતો. વડોદરા શહેર, જંબુસર, દાહોદ, પાવાગઢ સહિતના જિલ્લાઓમાં વડાપ્રધાન મોદીનો ચૂંટણી પ્રચાર પ્રવાસ રહ્યો છે. આદિવાસી બેઠકોને કબજે કરવા ભાજપનો ભરપુર પ્રયાસ રહ્યો છે. જ્યાં કોંગ્રેસે બેઠકો જીતી છે, ત્યાં ભાજપ જીત મેળવવા તનતોડ મહેનત કરી છે. ભાજપના ઉમેદવારોએ આ વિસ્તારોમાં જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું પ્રચાર પડધમ શાંત થઇ ગયું છે. હવે પાંચ તારીખે 93 બેઠકો પર મતદાન થવાનું છે.બીજા તબક્કાની 93 બેઠકો પર મહાસંગ્રામ ખેલાશે,આમ આદમી પાર્ટીના લીધે સમીકરણો બદલાશે તેવી ધારણ બાંધવામાં આવી રહી છે. આ વખથે મધ્ય ગુજરાતની બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે, મધ્ય ગુજરાતની 61 બેઠકો નિર્ણાયક સાબિત થશે. આદિવાસીઓ બેઠકો  પણ આમાં સામેલ હોવાથી ચૂંટણી રસપ્રદ બની રહેશે.ગુજરાત ચૂંટણીનો 8 ડિસેમ્બરે પરિણામ આવશે.

Gujarat Election/બીજા તબક્કાની મધ્ય ગુજરાતની 61 બેઠકો પર થશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો

Delhi MCD Election/ દિલ્હીમાં આજે MCDના 250 વોર્ડમાં મતદાન, ભાજપ અને આપ વચ્ચે થશે ખરાખરીનો જંગ

OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન પોલમાં આગાહી