Not Set/ ડીસામાં અંધશ્રદ્ધાના કારણે કોરોનાના દર્દીનું મોત, ભુવાએ કરી વિધિ અને……

ગુજરાતમાં કોરોનાની મહામારીએ કેર વર્તાવ્યો છે ત્યારે બીજી તરફ લોકો અંધશ્રદ્ધાની એક ઘટના પ્રકાશમાં આવી છે, કોરોનાની બીજી લહેર ખુબ જ જીવલેણ સાબિત થઇ છે…

Gujarat Others

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અંધશ્રદ્ધાના કારણે કોરોના ગ્રસ્ત દર્દીનું મોત થયું છે જેમાં કોરોના સંક્રમિત દર્દી હોસ્પિટલમાં જવાને બદલે ઘરે જ પોતાના ગુરુને બોલાવી વિધિ કરાવ્યા બાદ ઓક્સિઝન લેવલ ઘટી જતાં દર્દીનું મોત નીપજયું હતું જોકે 20 દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વીડિયો હવે સોશ્યલ વાયરલ વિડીયો અત્યારે વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી છે

ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાં હજુપણ અંધશ્રદ્ધાની કેટલીય ઘટનાઓ આજે પણ બને છે જેમાં આજે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દી ન સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાને બદલે ઘરે જ તેમના ગુરુએ વિધિ કર્યા બાદ દર્દી ની તબિયત વધુ લથડતા મોત નીપજયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આ પણ વાંચો :હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોના, સરકારની નવી ગાઈડલાઈન્સ જાહેર

કચ્છના આડેસર ગામે રહેતા ભવનભાઈ પ્રજાપતિ એક મહિના અગાઉ કોરોના વાયરસથી સંક્રમિત થતા તેઓ સારવાર માટે ડીસમાં રહેતા તેમના ભાઈને ત્યાં આવ્યા હતા પરંતુ ડીસા માં કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળતાં તેઓ પાલનપુર ખાતે રહેતા બીજા ભાઈને ત્યાં ગયા હતા.જો કે તે સમયે પાલનપુર માં તેમના અન્ય ભાઈના ઘરે કચ્છના રાપર ખાતે રહેતા તેમના ગુરુ ભવનભાઈ ની તબિયત ના સમાચાર લેવા માટે આવ્યા હતા અને તે સમયે તેઓએ હોસ્પિટલમાં જવાને બદલે ગુરુ પાસે વિધિ કરાવી સાજા થઇ જકે એમ માની હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું જો કે વિધિ કર્યા બાદ દિનેશભાઈ ની તબિયત વધુ લથડતા તેનું મોતનું નીપજ્યું હતું.

આ પણ વાંચો :ગુજરાતમાં આવી રીતે સરળતાથી મળશે મ્યુકોરમાઇકોસિસનું ઈન્જેકશન

આ સમગ્ર ઘટના માં વિધિ કોરોનાગ્રસ્ત દર્દી પર વિધિ થતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હકીકત સામે આવી છે આ મામલે તેમના મૃતકના પરિવારજનો કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે જોકે બીજી તરફ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ આ મામલે તપાસ કરવાનું અને કંઈ તથ્ય હશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી

આ પણ વાંચો :દૂધસાગર ડેરીનાં ડિરેક્ટર માનસિંગભાઇ ચૌધરીનું મ્યુકોરમાઇકોસિસના કારણે નિધન