Gujarat Election/ બીજા તબક્કાની મધ્ય ગુજરાતની 61 બેઠકો પર થશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ, આમ આદમી પાર્ટી કોનો ખેલ બગાડશે!

 ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું પ્રચાર પડધમ શાંત થઇ ગયું છે. હવે પાંચ તારીખે 93 બેઠકો પર મતદાન થવાનું છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
Second phase

Second phase      ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું પ્રચાર પડધમ શાંત થઇ ગયું છે. હવે પાંચ તારીખે 93 બેઠકો પર મતદાન થવાનું છે.બીજા તબક્કાની 93 બેઠકો પર મહાસંગ્રામ ખેલાશે,આમ આદમી પાર્ટીના લીધે સમીકરણો બદલાશે તેવી ધારણ બાંધવામાં આવી રહી છે. આ વખતે મધ્ય ગુજરાતની બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે, મધ્ય ગુજરાતની 61 બેઠકો નિર્ણાયક સાબિત થશે. આદિવાસીઓ બેઠકો  પણ આમાં સામેલ હોવાથી ચૂંટણી રસપ્રદ બની રહેશે.

ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતની 61 બેઠકો પર  અમદાવાદ, વડોદરા, આણંદ જેવો ગીચ વસ્તી ધરાવતા શહેરી વિસ્તાર પણ છે અને આદિવાસી વસ્તી બહુલ જિલ્લાઓ પણ છે. ગુજરાત વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 61 બેઠકો મધ્ય ગુજરાતમાં આવેલી છે. તેમાંથી વડોદરામાં 10, દાહોદમાં 6, આણંદમાં 7, અમદાવાદમાં 21, ખેડામાં 6, મહીસાગરમાં 3, પંચમહાલમાં 5 અને છોટાઉદેપુરમાં 3 બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો પર હાલમાં ભાજપ પાસે 38 બેઠક કોંગ્રેસ પાસે 22  અને 1 બેઠક અપક્ષ પાસે છે

રાજકીય પક્ષો આદિવાર ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના મતદારોને રિઝવવા જોર લગાડતા હોય છે. આદિવાસી વિસ્તારમાં જાહેરસભા અને રોડ શૉ તેમજ ગામડે-ગામ આ વખતે ભરપુર પ્રચાર પ્રસાર જોવા મળ્યો હતો. મધ્ય ગુજરાતની મતદાર સંખ્યા જોઇએ તો ચૂંટણી પંચે જાહેર કરેલી આખરી મતદાર યાદીમાં નોંધાયેલી સંખ્યા મુજબ કુલ પુરુષ મતદાર 84,51,000 છે અને મહિલા મતદારોની સંખ્યા 80,17,000 છે. એટલે કે કુલ મતદા સંખ્યા 1,64,73,000 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે નોંધાયા છે.

મધ્ય ગુજરાતની વાત કરીએ તો તમામે 8 જિલ્લામાં સૌથી વધુ ઓબીસી જાતિ પ્રભુત્વ ધરાવે છે. જેમાં 28 જેટલી બેઠક પર અસર વર્તાઈ શકે છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ મધ્ય ગુજરાતની 15 જેટલી બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. તો અનુસૂચિત જનજાતિ વિવિધ બેઠકોમાં 5 બેઠકો પર પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. સાથે 5 જેટલી બેઠકો પર પાટીદાર જાતિ પોતાનું પ્રભુત્વ ધરાવે છે. હાલમાં જાતિ આધારિત સમીકરણ પ્રમાણે મધ્ય ગુજરાતમાં ભાજપ વધુ નુકસાન થઈ શકે તેમ નથી. મધ્ય ગુજરાતમાં કેટલ બેઠકો પર ઓબીસીનું વધુ પ્રભુત્વ છે અને આદિવાસી જ્ઞાતિનું પણ કેટલીક બેઠક પર વધુ પ્રભુત્વ છે. આ બે બેઠક પર આદિવાસી જાતિ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીને વધુ નુકસાન થઈ શકે તેમ નથી. જેવી કે છોટા ઉદેપુર, પાવી જેતપુર, પંચમહાલ, દાહોદ, લીમખેડા આ બેઠકો પર વધુ મુશ્કેલી ભાજપને પડી શકે તેમ નથી.

અમદાવાદ જિલ્લામાં ભાજપે અહીં 21માંથી 15 બેઠકો પર કબજો જમાવ્યો હતો. જિલ્લાની બે તૃતીયાંશ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો અને તેની જાળવી રાખવાની સત્તા પર મહોર મારવામાં આવી હતી

આણંદ જિલ્લામાં કુલ 7 બેઠકો છે. જેમાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રાનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણીમાં 2 પર ભાજપ અને 5 બેઠક પર કોંગ્રેસનો કબજો હતો.઼

ખેડા જિલ્લામાં કુલ 6 બેઠકો  છે. તેમાં માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધ ઠાસરા અને કપડવંજનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ હતી. 3 બેઠકો ભાજપ જીતી હતી અને 3 બેઠકો કોંગ્રેસ જીતી હતી.

દાહોદ જિલ્લામાં 72 ટકાથી વધુ આદિવાસી વસ્તી છે. જિલ્લામાં કુલ 6  બેઠકો છે, જેમાં ફતેહપુરા, ઝાલોદ, લિમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારિયાનો સમાવેશ થાય છે 2017ની ચૂંટણીમાં 3 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર કોંગ્રેસ જીતી હતી.

પંચમહાલ જિલ્લાની વિધાનસભાની કુલ 5  બેઠકો છે, જેમાં શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ અને હાલોલનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણીમાં 4 બેઠક ભાજપ જીત્યું હતું અને 1 બેઠક પર કોંગ્રેસ જીત્યું હતું

મહીસાગર જિલ્લાની કુલ 3 બેઠક  છે, જેમાં બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર બેઠકનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણી પરિણામમાં 1 બેઠક ભાજપ, 1 બેઠક કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષ જીતી હતી

છોટાઉદેપુર જિલ્લામાં કુલ 3 બેઠકો (Chhota Udepu Assembly Seats) છે, જેમાં છોટાઉદેપુર, જેતપુર સંખેડા બેઠકનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 1 બેઠક પર ભાજપનો વિજય થયો હતો અ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો

આદિવાસી બેઠકો મહત્ત્વની વડોદરા શહેર, જંબુસર, દાહોદ, પાવાગઢ સહિતના જિલ્લાઓમાં વડાપ્રધાન મોદીનો ચૂંટણી પ્રચાર પ્રવાસ રહ્યો છે. આદિવાસી બેઠકોને કબજે કરવા ભાજપનો ભરપુર પ્રયાસ રહ્યો છે. જ્યાં કોંગ્રેસે બેઠકો જીતી છે, ત્યાં ભાજપ જીત મેળવવા તનતોડ મહેનત કરી છે. ભાજપના ઉમેદવારોએ આ વિસ્તારોમાં જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે

Digital Personal Data Protection Bill/માહિતી લીક કરતી કંપનીઓ પર મોદી સરકારની લાલ આંખ, બજેટ