Digital Personal Data Protection Bill/ માહિતી લીક કરતી કંપનીઓ પર મોદી સરકારની લાલ આંખ, બજેટ સત્રમાં ડેટા સિક્યોરિટી બિલ આવશે

ડિજિટલ ડેટાને સુરક્ષિત રાખવા માટે મોદી સરકાર આવતા વર્ષે સંસદના બજેટ સત્રમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ લાવવા જઈ રહી છે.

Top Stories India
Data Protection Bill

 Data Protection Bill  : ડિજિટલ ડેટાને સુરક્ષિત રાખવા માટે મોદી સરકાર આવતા વર્ષે સંસદના બજેટ સત્રમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ લાવવા જઈ રહી છે. બિલનો હેતુ ખાનગી ડિજિટલ ડેટાને લીક થવાથી બચાવવાનો છે. બિલમાં જોગવાઈ છે કે જો કોઈ કંપની, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અથવા ડિજિટલ પેમેન્ટ એપ કોઈપણ વ્યક્તિની પરવાનગી વિના તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી લીક કરે છે અથવા શેર કરે છે, તો તેના પર 500 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

આમાં વ્યક્તિ સાથે સંબંધિત વ્યક્તિગત માહિતીનો સમાવેશ થાય છે, જેમ કે તમારું નામ, સરનામું, બેંક એકાઉન્ટ, મોબાઇલ નંબર અને આધાર નંબર, જેનો ઉપયોગ સામાન્ય રીતે ડિજિટલ સ્વરૂપમાં વિવિધ હેતુઓ માટે થાય છે. ઉદાહરણ તરીકે, જો તમે Paytm જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે કોઈપણ માહિતી ઓનલાઈન આપી હોય, તો Paytm તેને અન્ય કોઈપણ પ્લેટફોર્મ સાથે શેર કરી શકશે નહીં સિવાય કે તમે તમારા વતી પરવાનગી ન આપી હોય. જો Paytm તમારી પરવાનગી વિના આવું કરે છે, તો તેના પર 500 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

ઈ-મેલ દ્વારા ફરિયાદ કરી શકાશે.

બીજી તરફ જો કોઈ વ્યક્તિ સાથે આવું થાય છે, તો તે ઈ-મેલ દ્વારા ડેટા સુરક્ષા બોર્ડને તેની ફરિયાદ કરી શકે છે. આ બોર્ડની રચના કરવા માટે બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. ફરિયાદ મળ્યા પછી, બોર્ડ તમારી ફરિયાદની તપાસ કરશે અને જો સાચો જણાય તો કંપની પર દંડ લાદવામાં આવી શકે છે.આ મામલે થશે ચર્ચા અને બાદમાં લવાશે બિલ

Delhi MCD Election/ દિલ્હીમાં આજે MCDના 250 વોર્ડમાં મતદાન, ભાજપ અને આપ વચ્ચે થશે ખરાખરીનો જંગ

વિધાનસભા પછી લોકસભા/ બીજેપીએ શરૂ કરી લોકસભા ઇલેક્શનની તૈયારીઓ, 5 ડિસેમ્બરે યોજાશે ખાસ બેઠક

રાજકીય રમત/ ઇવીએમની સુરક્ષાને લઇને કોંગ્રેસના ઉમેદવારે વ્યક્ત કરી શંકા તો કલેક્ટરે આપ્યો આ જવાબ

Pakistan Politics/ શાહબાઝ સરકારે ઈમરાન ખાનની પાર્ટીને બિનશરતી વાટાઘાટો કરવા માટે આપ્યું આમંત્રણ

Gujarat Election 2022/ તીવ્ર રોષઃ ઓછું મતદાન ઉમેદવારોની ઉંઘ હરામ!

Gujarat Election/ગુજરાત ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઓવૈસી સ્ટેજ પર જ રડવા લાગ્યા, જાણો શું છે મામલો?