Vadodara Food Poisoning / વડોદરાના રાયપુર ગામે 100થી વધુ લોકોને ફુડ પોઇઝનિંગ,સૌથી વધારે નાના બાળકોને અસર

વડોદરાના ભાયલીમાં ફૂડ પોઇઝનિંગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાયલીમાં ફુડ પોઇઝનિંગથી 100થી વઘુ લોકોને અસર થઇ છે

Top Stories Gujarat
Vadodara Food Poisoning
  • વડોદરાના ભાયલીમાં ફૂડ પોઇઝનિંગ
  • રાયપુરા ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગ
  • જમ્યા પછી 100 થી વધુ લોકોની તબિયત લથડી
  • નાના બાળકોને પણ ફૂડ પોઇઝનની અસર
  • અચાનક તબિયત લથડતા ગ્રામજનોમાં દોડધામ
  • અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Vadodara Food Poisoning     વડોદરાના ભાયલીમાં ફૂડ પોઇઝનિંગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાયલીમાં ફુડ પોઇઝનિંગથી 100થી વઘુ લોકોને અસર થઇ છે.  જેના લીધે આ વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ભાયલીના રાયપુરમાં લગ્રન પ્રસંગા જમ્યા બાદ આ ઘટના ઘટી હતી,લોકોની તબિયત અચાનક બગડી હતી સતત ઉલ્ટી કરી રહ્યા હતા અને તેમને ચક્કર પણ આવતા હતા તેથી તેમને સત્વરે  નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, અને પ્રશાસન ઘટના સ્થળે પહોંચીને  તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ભાયલીના રાયપુર ગામમાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ  ફુડ પોઇઝનિંગની ઘટના સામે આવી હતી ગઇકાલે રાયપુર ગામથી  ફુડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતીમાં 100થી વધુ  લોકોને અસર થઇ હોવાનું બહાર આવ્યું છે પરતું આંકડો વધવાની પુરી સંભાવના રહેલી છે. આ ફુડ પોઇનિંગમાં સૌથી વધારે નાના બાળકો પ્રભાવિત થયા છે. જેના લીધે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામયો છે. અને જે અસરગ્રસ્ત છે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં ફુડ પોઇઝનિંગના દર્દીઓ ભારે સંખ્યામાં આવ્યા હોવાથી હોસ્પિટલ સ્ટાફે સત્વરે  અસરકારક આયોજન કરીને તેમને એડમિટ કરી લીધા હતા. હાલ તમામની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર એલર્ટ થઇ ગયું છે. આ વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.હાલ હોસ્પિટલમાં સેવા આપવામાં આવી રહી  છે.

Delhi MCD Election/દિલ્હીમાં આજે MCDના 250 વોર્ડમાં મતદાન, ભાજપ અને આપ વચ્ચે થશે ખરાખરીનો જંગ

વિધાનસભા પછી લોકસભા/બીજેપીએ શરૂ કરી લોકસભા ઇલેક્શનની તૈયારીઓ, 5 ડિસેમ્બરે યોજાશે ખાસ

OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન પોલમાં આગાહી

Gujarat Assembly Election 2022/અમિત શાહના સંસદીય ક્ષેત્રમાં આવે છે આ બેઠક, આવો છે સાણંદ બેઠકનો ચૂંટણી

Gujarat Assembly Election 2022/આજે વિરોધીઓ પર વરસ્યા ઓવૈસી, કહ્યું- અમારી જીત નિશ્ચિત