Not Set/ નિખિલ સવાણીએ કર્યા ભાજપ પર પ્રહાર-ડરના કારણે પાસના સભ્યો ભાજપમાં

પાસની પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર પ્રહાર કર્યા હતા.જેમાં કહ્યું કે ડરના કારણે પાસના સભ્યો ભાજપમાં જોડાયા છે. ભાજપની ધમકી બધા ડરી રહ્યા છે.તો બીજી તરફ નિખિલ સવાણીએ સુરતના મુકેશ પટેલ દ્વારા આપવામા આવેલ ધમકીને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. મહત્વનું છે કે મુકેશ પટેલે નિખિલ સવાણીને ભાજપમાં જોડાવાનું દબાણ કર્યું […]

Gujarat

પાસની પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર પ્રહાર કર્યા હતા.જેમાં કહ્યું કે ડરના કારણે પાસના સભ્યો ભાજપમાં જોડાયા છે. ભાજપની ધમકી બધા ડરી રહ્યા છે.તો બીજી તરફ નિખિલ સવાણીએ સુરતના મુકેશ પટેલ દ્વારા આપવામા આવેલ ધમકીને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે.

મહત્વનું છે કે મુકેશ પટેલે નિખિલ સવાણીને ભાજપમાં જોડાવાનું દબાણ કર્યું છે અને સીસીટીવી બહાર પાડવાની ધમકી આપી છે. સાથે જ હાર્દિકની વાયરલ સીડી અંગે નિવેદન આપતા કહ્યું કે હાર્દિકની સીડી ખોટી છે અને હાલ તો મારા જીવ પર જોખમ જોવા મળી રહ્યું છે. જો કે તેમને ભાજપ વિરૂદ્ધ પ્રચાર ન કરવા જણાવ્યું છે.