એએમસી હોલ/ ભૂતની આંબલી વિસ્તારમાં કોર્પોરેશનનો “ભૂતિયા” હોલ

અમદાવાદની ભૂતની આંબલી વિસ્તારમાં ભૂતિયા હોલ આવેલો છે કોર્પોરેશને બનાવેલ અને બંધ હાલતમાં હોલ હાડપિંજર થઇ ગયો છે. ખાડિયાના કોર્પોરેટરે આઠ-આઠ વખત લેખિતમાં રજૂઆત કરી તો પણ અધિકારીઓ ગણકારતા નથી.

Ahmedabad Gujarat

@MehulDudherejia
અમદાવાદની ભૂતની આંબલી વિસ્તારમાં ભૂતિયા હોલ આવેલો છે કોર્પોરેશને બનાવેલ અને બંધ હાલતમાં હોલ હાડપિંજર થઇ ગયો છે. ખાડિયાના કોર્પોરેટરે આઠ-આઠ વખત લેખિતમાં રજૂઆત કરી તો પણ અધિકારીઓ ગણકારતા નથી. કોર્પોરેશન ની કરોડની મિલકતોને નુકસાન થઇ રહ્યું છે. આમ પ્રજાના નાણાનો રીતસરનો દુર્વ્યય થઈ રહ્યો છે.

હમેશા તમે ભૂતની વાતો અને સિરિયલો જોઈ હશે..જેમાં ખંડેર હાલતમાં રહેલા મકાનો અને સુમસામ જગ્યાઓ બતાવવામાં આવે છે..કોર્પોરેશન પાસે પણ આવો જ એક ભૂતિયા તલાટી હોલ છે જે વર્ષોથી બંધ હાલત માં છે અને જર્જરિત થઇ ચુક્યો છે.આ જર્જરિત હોલ ના પોપડા પડી રહ્યા છે. લાખો રૂપિયાના ઈલેક્ટ્રિક ઉપકરણો પણ ખરાબ થઇ ચુક્યા છે. ધૂળ ખાતા પંખા લટકી રહ્યા છે અને ટ્યુબ લાઈટ બંધ હાલતમાં છે.સ્વચ્છતા ના બોર્ડ જ લગાવેલા છે પરંતુ સ્વચ્છતા ના નામે મીંડું જોવા મળે છે..પડતા પોપડા થી લોકો પરેશાન છે અને ડરતા ડરતા અહીંથી પસાર થાય છે. આ હોલ હવે કોઈપણ પ્રસંગ માટે તો આપી શકાય તેમ નથી, પણ હોરર શો માટે તો તે જરૂર ભાડે આપી શકાય છે. તેણે તેના માટે હોરર શો બનાવનારાોનો સંપર્ક સાધવો રહ્યો.

ખાડિયાના કોર્પોરેટર ઉમંગ નાયક એ આ મામલે કોર્પોરેશન માં આઠ-આઠ વખત લેખિતમાં રજૂઆત કરી છે.. આમ છતાં એક પણ અધિકારી આ બિલ્ડીંગ ની જાત તપાસ માટે આવતા નથી. મધ્યમવર્ગ અને ગરીબો માટે બનાવેલા કરોડો રૂપિયા આ હોલની હાલત દયનીય છે.. શહેરમાં ખાનગી પાર્ટી પ્લોટ સંચાલકો બેફામ નફાખોરી કરતા હોય છે અને આ નફાખોરી ને રોકવા કરોડોના બજેટ માંથી આવા હોલ અને પાર્ટી પ્લોટ બનવ્યા છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓની ઢીલી નીતિના કારણે પ્રજાની આ મિલકત ને નુકસાન થાય છે. લોકોની માંગ છે કે આ હોલ ને સમારકામ કરવા આવે કે પછી તેને ઉતારી લેવા આવે જેનાથી કોઈ જાનહાનિ ના થાય.

આ પણ વાંચોઃ લવ જેહાદ/ મોડલનો દાવોઃ તનવીર ખાને યશ નામ બતાવીને ફસાવી

આ પણ વાંચોઃ પહેલવાનોની બેઠક/ હરિદ્વારથી પરત આવ્યા પછી ખેડૂતોના મોટા જૂથની પહેલવાનોને લઈને મહત્વની બેઠક

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર/ કાશ્મીરમાં આતંક મચાવવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ, LoC પરથી 3 ઘૂસણખોરો ઝડપાયા