Gandhinagar News/ ગુજરાતની GST આવકમાં વાર્ષિક ધોરણે 18 ટકાનો વધારો નોંધાયો

રાજ્યની GST આવકમાં મોટો વધારો નોંધાયો છે. રાજ્યની જીએસટીની આવકમાં 18 ટકાનો વધારો નોંધાયો છે. ઓક્ટોબર 2024માં GSTની કૂલ આવક 6,146 કરોડ રૂપિયા નોંધાઈ છે, જે ગત વર્ષના ઓક્ટોબર મહિનામાં થયેલી આવક કરતાં 18 ટકા વધુ છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: રાજ્યની GST આવકમાં મોટો વધારો નોંધાયો છે. રાજ્યની જીએસટીની આવકમાં 18 ટકાનો વધારો નોંધાયો છે. ઓક્ટોબર 2024માં GSTની કૂલ આવક 6,146 કરોડ રૂપિયા નોંધાઈ છે, જે ગત વર્ષના ઓક્ટોબર મહિનામાં થયેલી આવક કરતાં 18 ટકા વધુ છે.

ઓકટોબર 2024માં નેશનલ કક્ષાએ આવકનો ગ્રોથ 9 ટકા

ઓકટોબર 2024માં રાજ્યની જીએસટી આવક 6,146 કરોડ રૂપિયા નોંધાઈ છે અને ઓકટોબર 2024માં નેશનલ કક્ષાએ આવકનો ગ્રોથ 9 ટકા રહેલો છે. રાજ્યને ઓક્ટોબર 2024માં વેટ હેઠળ 2,584 કરોડ રૂપિયા, વિદ્યુત શુલ્ક હેઠળ 986 કરોડ રૂપિયા અને વ્યવસાય વેરા હેઠળ 28 કરોડ રૂપિયાની આવક થઈ છે.

રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા દ્વારા કુલ 9,744 કરોડ રૂપિયાની આવક થઈ છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 7 મહિનામાં રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા દ્વારા કુલ 67,981 કરોડ રૂપિયાની આવક થઈ છે.

ઑક્ટોબરમાં ગ્રોસ GST કલેક્શન 9 ટકા વધીને રૂ. 1.87 લાખ કરોડથી વધુ થયું છે, જે સ્થાનિક વેચાણમાં પિક-અપ અને સુધરેલા સ્થિતિના પગલે બીજા ક્રમનું સૌથી વધુ કલેકશન છે. મહિના દરમિયાન સેન્ટ્રલ જીએસટી કલેક્શન રૂ. 33,821 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 41,864 કરોડ, ઇન્ટિગ્રેટેડ આઇજીએસટી રૂ. 99,111 કરોડ અને સેસ રૂ. 12,550 કરોડ હતું.

શુક્રવારે જાહેર કરાયેલા સરકારી ડેટા મુજબ કુલ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવક 8.9 ટકા વધીને રૂ. 1,87,346 કરોડ થઈ છે. ઓક્ટોબર 2023માં મોપ-અપ રૂ. 1.72 લાખ કરોડ હતું. ઑક્ટોબર 2024 એ બીજું-શ્રેષ્ઠ GST કલેકશન નોંધાવ્યુ.  અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન એપ્રિલ 2024માં રૂ. 2.10 લાખ કરોડથી વધુ હતું.

સમીક્ષા હેઠળના મહિના દરમિયાન, સ્થાનિક વ્યવહારોમાંથી જીએસટી 10.6 ટકા વધીને રૂ. 1.42 લાખ કરોડ થયું હતું, જ્યારે આયાત પરના કરમાંથી આવક લગભગ 4 ટકા વધીને રૂ. 45,096 કરોડ થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gst collection/સરકારને નવરાત્રિ ફળીઃ જીએસટી કલેકશન 1.72 લાખ કરોડ

આ પણ વાંચો: ઓગસ્ટમાં GST કલેકશન દસ ટકા વધી રૂ. 1.75 લાખ કરોડ

આ પણ વાંચો: જુલાઈમાં GST કલેકશન દસ ટકા વધી રૂ. 1.82 લાખ કરોડ થયું