Gst collection/ જુલાઈમાં GST કલેકશન દસ ટકા વધી રૂ. 1.82 લાખ કરોડ થયું

કેન્દ્ર દ્વારા વસૂલવામાં આવતા જીએસટી માસિક ડેટા કલેકશને મહિને બે લાખ કરોડની એવરેજ બનાવવા દોટ લગાવી છે. તેમા પણ આઇજીએસટી કલેકશન તો મહિને એક લાખ કરોડને વટાવી જાય તેવી સંભાવના છે. જુલાઈ 2024માં GST કલેક્શન (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન) રૂ. 1,82,075 કરોડ હતું જે જુલાઈ 2023માં રૂ. 1,65,105 કરોડ હતું.

Breaking News Business

નવી દિલ્હીઃ કેન્દ્ર દ્વારા વસૂલવામાં આવતા જીએસટી માસિક ડેટા કલેકશને મહિને બે લાખ કરોડની એવરેજ બનાવવા દોટ લગાવી છે. તેમા પણ આઇજીએસટી કલેકશન તો મહિને એક લાખ કરોડને વટાવી જાય તેવી સંભાવના છે. જુલાઈ 2024માં GST કલેક્શન (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન) રૂ. 1,82,075 કરોડ હતું જે જુલાઈ 2023માં રૂ. 1,65,105 કરોડ હતું. ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ જુલાઈ 2024માં 10.3 ટકા વધુ GST વસૂલવામાં સફળતા મળી છે. જૂન 2024માં રૂ. 1.74 લાખ કરોડ જીએસટીની વસૂલાતમાં સફળતા મળી હતી. નાણા મંત્રાલય દ્વારા 1 જુલાઈ, 2024 ના રોજ જીએસટી કલેક્શન ડેટા જાહેર કરવામાં આવ્યો ન હતો. પરંતુ આ વખતે આ ડેટા GST કાઉન્સિલના પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલ મહિનામાં 2.10 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું હતું, જે એક રેકોર્ડ છે.

GST કલેક્શનનો માસિક ડેટા જાહેર કરતાં જણાવવામાં આવ્યું હતું કે જુલાઈ 2024માં CGST દ્વારા 32,386 કરોડ રૂપિયા, SGST દ્વારા 40,289 કરોડ રૂપિયા, IGST દ્વારા રૂપિયા 49,437 કરોડ અને સેસ દ્વારા રૂપિયા 11,923 કરોડ પ્રાપ્ત થયા છે. એટલે કે કુલ સ્થાનિક આવક 8.9 ટકાના ઉછાળા સાથે રૂ. 1.34 લાખ કરોડ થઈ છે.

આયાતના મોરચે, IGST દ્વારા રૂ. 47009 કરોડ અને સેસ દ્વારા રૂ. 1029 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. આયાતથી GSTની આવકમાં 14.2 ટકાનો વધારો થયો છે. ડેટા અનુસાર, 7813 કરોડ રૂપિયાનું ઘરેલુ રિફંડ જારી કરવામાં આવ્યું છે, જે જુલાઈ 2023ની સરખામણીમાં 34.1 ટકા ઓછું છે. જુલાઈ 2023માં 11,857 કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું હતું. 8470 કરોડનું IGST રિફંડ જારી કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષના જુલાઈની સરખામણીએ 1.4 ટકા વધુ છે. કુલ રિફંડમાં 19.2 ટકાનો ઘટાડો થયો છે. જુલાઈ 2024માં 16,283 કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું હતું, જ્યારે જુલાઈ 2023માં 20,209 કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અરબી સમુદ્રમાં તાપમાન વધતા વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનું જોખમ

આ પણ વાંચો:મંત્રી નંદીના પુત્ર અને પુત્રવધૂને નડ્યો અકસ્માત, મર્સિડીઝના ઉડી ગયા ચિથડે ચિથડા

આ પણ વાંચો:વાયનાડ પ્રલયમાં 116 લોકોના મોત,UNICEFનો દાવો – દક્ષિણ એશિયામાં 60 લાખ બાળકો સંકટમાં