Air India/ ઇઝરાયેલ અને હમાસ યુદ્ધની ભારત પર અસર, એર ઇન્ડિયાએ રદ કરી ફલાઈટો

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારબાદ હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાના મૃત્યુ બાદ આ યુદ્ધ નોંધપાત્ર રીતે ભડક્યું છે.

Top Stories India

Air India News: હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારબાદ હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાના મૃત્યુ બાદ આ યુદ્ધ નોંધપાત્ર રીતે ભડક્યું છે. બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, ભારતીય એરલાઈન એર ઈન્ડિયાએ દિલ્હીથી ઈઝરાયેલના શહેર તેલ અવીવની ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે.

એર ઈન્ડિયાએ ગુરુવારે ઓપરેશનલ કારણોને ટાંકીને રાજધાનીથી તેલ અવીવની તેની ફ્લાઇટ રદ કરી હતી. એર ઈન્ડિયાએ કહ્યું કે, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધી રહેલા તણાવને કારણે તેણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે અને હાલ માટે ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.

1લી ઓગસ્ટે ફ્લાઇટ કેન્સલ
એર ઈન્ડિયા દર અઠવાડિયે દિલ્હીથી તેલ અવીવ માટે ચાર ફ્લાઈટ ચલાવે છે. તેની વેબસાઈટ પર તેલ અવીવની ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરતા એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ઓપરેશનલ કારણોસર, તેણે 1 ઓગસ્ટના રોજ તેની દિલ્હીથી તેલ અવીવની ફ્લાઈટ AI139 અને તેલ અવીવથી દિલ્હીની ફ્લાઈટ AI140 રદ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ બંને ફ્લાઇટમાં મુસાફરી માટે કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને તેમની ટિકિટના પૈસા પરત કરવામાં આવશે. એર ઈન્ડિયાએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો હતો.

ઇઝરાયેલ હમાસ યુદ્ધ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગત વર્ષે ઓક્ટોબરથી ચાલી રહેલ યુદ્ધ અટકવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી, બલ્કે યુદ્ધની આગ વધુ ભડકી રહી છે. તાજેતરમાં ઈઝરાયેલે તેના સૌથી મોટા દુશ્મન હમાસના પ્રમુખ ઈસ્માઈલ હાનિયાને ઈરાનની રાજધાની તેહરાનમાં ઘૂસીને મારી નાખ્યા હતા. જે બાદ યુદ્ધ વધુ વધી ગયું છે. આ પહેલા ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસ જૂથે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જે બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. જેમાં અત્યાર સુધીમાં હજારો પેલેસ્ટિનિયન લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે.

કોણ હતા ઈસ્માઈલ હાનિયા?
ઈસ્માઈલ હાનિયા હમાસ જૂથનો પ્રમુખ હતો, તેણે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલાની સંપૂર્ણ યોજના બનાવી હતી. હમાસના લડવૈયાઓ હાનિયાના આદેશ પર કામ કરતા હતા. તેઓ 2006થી હમાસના સુપ્રીમ કમાન્ડર હતા. હાનિયાના મોત પર હમાસનું નિવેદન પણ સામે આવ્યું છે. આતંકી સંગઠને કહ્યું છે કે હાનિયાના મોતમાં ઈઝરાયેલનો હાથ હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અરબી સમુદ્રમાં તાપમાન વધતા વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનું જોખમ

આ પણ વાંચો:મંત્રી નંદીના પુત્ર અને પુત્રવધૂને નડ્યો અકસ્માત, મર્સિડીઝના ઉડી ગયા ચિથડે ચિથડા

આ પણ વાંચો:વાયનાડ પ્રલયમાં 116 લોકોના મોત,UNICEFનો દાવો – દક્ષિણ એશિયામાં 60 લાખ બાળકો સંકટમાં