@અનિતા પરમાર
Gandhinagar News: ગુજરાત રાજ્યની અંદર 5612 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓને સરકારે તાળા માર્યા, જેના કારણે થઈને વિદ્યાર્થીઓનો ભાવિ અંધકારમય થવાનો અણસાર છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના બાળકો તેમજ દીકરીઓના શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે. રાજ્યમાં બાળમંદિરથી ધોરણ 12 સુધી શિક્ષણ આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે, પરંતુ સરકારી શાળાઓને તાળા વાગતા એક સવાલ જરૂર થાય કે શું આવી રીતે ભણશે ગુજરાત…???
રાજ્ય સરકારે શિક્ષણને ખાનગીકરણને વેપલો બનાવી દીધો છે. એકબાજુએ સરકારે ધડાધડ એક પછી એક સરકારી સ્કૂલો બંધ કરી રહી છે. બીજી બાજુએ ખાનગી સ્કૂલો ધડાધડ ખૂલી રહી છે. આ બતાવે છે કે સરકારનું સૂત્ર છે સરકારી શાળાઓને તાળા અને ખાનગી સ્કૂલોને ઘી કેળા. હવે કેજીના ધોરણથી જ ત્રીસ હજારથી વધુ ફી વિદ્યાર્થી પાસેથી પડાવી શકાતી હોય તો પછી સરકાર શું કામ મફતના ભાવે શિક્ષણ આપે. આમ રીતસરનો વાલીઓને લૂંટવાનો કારસો અને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના બાળકોને અભણ જ રાખવાનો કારસો સરકાર રચી રહી છે. હજી પણ વાત અટકવાની નથી. આગામી સમયમાં રાજ્યના મોટાભાગના ગ્રામીણ વિસ્તારો અને અર્ધશહેરી વિસ્તારોમાં સરકારી શાળા જોવા પણ નહીં મળે. બીજા શબ્દોમાં કહીએ તો સરકાર પ્રાથમિક શિક્ષણની જવાબદારીમાંથી હાથ ખંચેરવા જઈ રહી છે.
નવા બજેટ વિશે
જો વાત કરવામાં આવે તો 1,000 કરોડની ટોટલ જોગવાઈ શિક્ષણ માટે છે, જેમાં ચાલુ વર્ષે 250 કરોડ સરકાર શિક્ષણ પાછળ ખર્ચશે, પરંતુ રાજ્ય ની અંદર સરકારી પ્રાથમિક શાળાઓની હાલત કથળી રહી છે. રાજ્યમાં હાલ 38,000 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે, જેમાં ચાલુ વર્ષે 5612 તો સરકારે બંધ કરી દીધી છે અને તેનું કારણ આપ્યું છે કે આ શાળાઓમાં પૂરતા વિદ્યાર્થીઓ નથી.
હાલ રાજ્યમાં માત્ર 32,288 જ સરકારી શાળાઓ છે જો આખા રાજ્યમાં વાત કરવામાં આવે તો 38,000 વર્ગખંડની ઘટ છે તેમજ 1657 માત્ર એક શિક્ષક થી ચાલતી શાળાઓ છે. તેમજ આખા રાજ્યમાં 10,998 જર્જરિત વર્ગો છે. ટૂંકમાં કહી શકાય કે ગુજરાત રાજ્યમાં જે પ્રમાણે સરકાર દ્વારા મોટી મોટી શિક્ષણની વાતો કરવામાં આવે છે. આ ઉપરાંત મસ્ત મોટું બજેટ પણ શિક્ષણ માટે ફાળવવામાં આવે છે, પરંતુ જે પ્રમાણે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે મોટાભાગની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત છે, ખંડો જર્જરિત છે. વિદ્યાર્થીઓ માટે પૂરતી વ્યવસ્થાનો અભાવ છે, તેને સવાલ થાય શું આવી રીતે ભણશે ગુજરાત?
આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના
આ પણ વાંચો:Gujarat Rain Live: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ
આ પણ વાંચો:જાતજાતના વાયરસથી ચેતી જજો, હોસ્પિટલો ઉભરાઈ રહી છે
