Morbi News/ મોરબીમાં પોલીસના ‘હપ્તા વસૂલીનો પર્દાફાશ, લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવતા હોવાનો વીડિયો વાયરલ!

આ વાઈરલ વીડિયો મોરબીના પીપળી રોડનો હોવાનું કહેવાય છે

Gujarat Others

Morbi News : પોલીસના માથે અવાર-નવાર ભ્રષ્ટાચારના આરોપ લાગતા હોય છે. એવામાં મોરબીમાં ફરી એક આવી ઘટના સામે આવી છે, જેણે પોલીસની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કર્યા છે. હકીકતમાં, સોશિયલ મીડિયા પર મોરબીમાં પોલીસ દ્વારા કથિત રીતે હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાનો એક વીડિયો વાઈરલ થયો છે. એક પોલીસકર્મી હપ્તા લેવા માટે ઊભો છે અને તેના હાથમાં એક ડાયરી હોવાનું આ વીડિયોમાં જોવા મળે છે. તે સિવાય ડાયરીમાં યાદી બનાવવામાં આવી છે અને તેના મુજબ તે ચેક કરે છે કે, કોનો હપ્તો લેવાનો બાકી છે અને કોનો હપ્તો આવી ગયો છે.

આ બનાવ અંગે મળેલી વિગતો મુજબ આ વાઈરલ વીડિયો મોરબીના પીપળી રોડનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં દેખાતી પોલીસ ટ્રેક્ટરચાલકો પાસેથી હપ્તા માંગતી હોય તેવું જણાઈ રહ્યું છે. એક પોલીસકર્મી ઉભો છે અને તેના હાથમાં ડાયરી હોવાનું વીડિયોમાં દેખાય છે. પોલીસકર્મી ડાયરીમાં લિસ્ટ ચેક કર્યા બાદ ટ્રેક્ટરચાલક પાસે હપ્તો બાકી છે એવું કહીને હપ્તો માંગે છે.

સમગ્ર મુદ્દે ટ્રેક્ટરચાલકનો આક્ષેપ છે કે, જે ટ્રેક્ટરચાલક હપ્તો નથી આપતા તેમને પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે. પોલીસ ટ્રેક્ટરચાલકો પાસેથી રૂ. 500થી લઈને રૂ. 2000 સુધીનો હપ્તો વસૂલે છે. 1 થી 5 તારીખ સુધીમાં ટ્રેક્ટરચાલકો પાસેથી આ હપ્તો ઉઘરાવવામાં આવે છે. નોંધનીય છે કે, એક જાગૃત નાગરિક દ્વારા આ ઘટનાનો વીડિયો બનાવ્યા બાદ પોલીસની હપ્તાખોરીની પોલ ખુલી છે.

જોકે, વીડિયોમાં પોલીસ સાથે પૈસા બાબતે કોઈ સ્પષ્ટ ચર્ચા જોવા મળતી નથી. જોકે પોલીસની ડાયરીમાં અલગ-અલગ લોકોના નામ સાથેનું લિસ્ટ જોવા મળે છે. જે હપ્તાની રકમ બાકી હોવાની યાદી હોવાની શંકા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:20 નવેમ્બરથી અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં  ‘ભારત ટેક્સી’ શરૂ થશે:કમિશન નહીં આપવું પડે

આ પણ વાંચો:ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના, સાત લોકોને પહોચી ઇજા

આ પણ વાંચો:દિલ્હીના પડઘા ગુજરાતમાં પડ્યા, ગાંધીનગર રેન્જના ચાર જિલ્લાઓમાં એલર્ટ જારી