વિધાનસભા ચૂંટણી/ ચૂંટણી પ્રચાર માટે આઝમ ખાને સુપ્રીમ કોર્ટ પાસે જામીન માંગ્યા

આઝમ ખાન ફેબ્રુઆરી 2020થી જેલમાં છે. તેમની સામે લગભગ 100 ગુનાહિત કેસ છે. યુપી પોલીસ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પણ આ કેસ નોંધવામાં આવ્યા છે.

Top Stories India

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આઝમ ખાને યુપી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કોર્ટ પાસે વચગાળાના જામીન માંગ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમની સામે ચાલી રહેલા કેસોમાં જાણી જોઈને ધીમી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી તે વધુમાં વધુ સમય જેલમાં રહે.

યુપીના રામપુરના સાંસદ આઝમ ખાન ફેબ્રુઆરી 2020થી જેલમાં છે. તેમની સામે લગભગ 100 ગુનાહિત કેસ છે. યુપી પોલીસ ઉપરાંત કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પણ આ કેસ નોંધવામાં આવ્યા છે. તેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમને મોટાભાગના કેસોમાં જામીન મળી ચૂક્યા છે. પરંતુ કેટલાક કેસમાં તપાસ એજન્સીની શિથિલતાને કારણે તેને જામીન મળી શક્યા નથી.

ઉલ્લેખનીય છે કે, આઝમ સિવાય તેનો પુત્ર અબ્દુલ્લા આઝમ ખાન અને પત્ની તાજીન ફાતિમા પણ લાંબા સમયથી જેલમાં છે. હાલ બંને જામીન પર બહાર છે. માનવામાં આવે છે કે સમાજવાદી પાર્ટી દ્વારા અબ્દુલ્લાને મેદાનમાં ઉતારવામાં આવશે. આ સિવાય એવી ચર્ચા છે કે આઝમ ખાનને પણ રામપુરથી વિધાનસભા ચૂંટણી લડાવવામાં આવી શકે છે.