india news/ બિહારમાં પૂરનો કહેર: CM સમ્રાટ ચૌધરીએ રાહત ફંડમાં આપ્યો એક મહિનાનો પગાર

બિહાર (Bihar)માં ભીષણ પૂર વચ્ચે CM સમ્રાટ ચૌધરીએ રાહત ફંડમાં એક મહિનાનો પગાર દાન કર્યો છે. રાજ્યના 15 જિલ્લામાં 49.67 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

NATIONAL India
Bihar devastating fury of floods

બિહાર (Bihar) માં કુદરતનો કોપ વરસી રહ્યો છે અને રાજ્યના 15 જિલ્લાઓ ભીષણ પૂરની ચપેટમાં (Bihar Flood)આવી ગયા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (Samrat Choudhary)એ જનતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા પોતાના એક મહિનાનો પગાર ‘મુખ્યમંત્રી રાહત ફંડ’માં દાન કર્યો છે. તેમણે પાટનગર પટનામાં આવેલ ‘સંકલ્પ સભાગાર’ ખાતે ચેક સોંપીને સમાજના સક્ષમ લોકોને પણ પીડિતોની મદદ માટે આગળ આવવા ભાવુક અપીલ કરી છે.

Bihar  : નિતિન નવીને પણ ત્રણ મહિનાનો પગાર કર્યો દાન

રાજ્યમાં ચાલી રહેલા બચાવ કાર્ય વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને (Nitin Navin)પણ બિહારના પૂર પીડિતો માટે મોટું યોગદાન આપ્યું છે. તેમણે રાજ્યસભા સાંસદ તરીકે પોતાના 3 મહિનાનો પગાર એટલે કે 6.35 લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યા છે. આ સાથે જ તેમણે માહિતી આપી હતી કે બિહાર સરકાર દ્વારા અત્યાર સુધીમાં અસરગ્રસ્ત પરિવારોને 7000 ના દરે 550 કરોડથી વધુની ડાયરેક્ટ આર્થિક સહાય પહોંચાડવામાં આવી છે.

15 જિલ્લામાં 49.67 લાખ લોકો અસરગ્રસ્ત

બિહાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અહેવાલ મુજબ પટના, ભોજપુર, ભાગલપુર, બેગુસરાય, સમસ્તીપુર, કટિહાર, અને અરરિયા સહિત 15 જિલ્લાના 49.67 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. સ્થિતિ પર કાબૂ મેળવવા NDRF અને SDRFની અનેક ટીમો તૈનાત કરાઈ છે, જે સામુદાયિક રસોડા અને મેડિકલ કેમ્પ દ્વારા રાહત સામગ્રી પહોંચાડી રહી છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી ખેડૂતોના પાકના નુકસાની વળતર માટે કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.


આ પણ વાંચો : 8મા પગાર પંચ પહેલાં કર્મચારીઓને મોટી રાહત: CGHSનો 5 KM નિયમ દૂર

આ પણ વાંચો : DUSU ચૂંટણીમાં મોટો ઉલટફેર, અપક્ષ દીપાંશુ શૌકીનની જોરદાર લીડ; ABVP-NSUI પાછળ

આ પણ વાંચો : રવનીત સિંહ બિટ્ટુએ ભગવંત માનના કાફલા સામે કર્યો વિરોધ, અંડા-ટામેટાં ફેંકવાના મુદ્દે કહ્યું…