Not Set/ ગુજ.ભાજપ સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણિયાને બિહારની,રત્નાકરને ગુજરાતની જવાબદારી સોંપાઈ

ભીખુભાઈ દલસાણિયા અગાઉ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે ની જવાબદારી નિભાવી ચૂક્યાં છે. જો કે હવે તેમને બિહારનો હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે બિહારના રત્નાકરને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.

Top Stories Gujarat

કોરોનાના કેસો માં ઘટાડો થતાં જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે.ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી તૈયારી આરંભી દીધી છે. ભાજપનું ધ્યાન રાજ્યમાં ફરીથી સરકાર બનાવવાની છે. લાંબા સમયથી ગુજરાત ભાજપમાં સંગઠન મહામંત્રીની જવાબદારી નીભાવી રહેલા ભીખુ દલસાણિયાને તેમના પદ પરથી હટાવી લેવામાં આવ્યા હતા, જેમને હવે બિહારની જવાબદારી સોંપવામાં આવી છે.બીજી તરફ બિહાર ભાજપના વર્તમાન સંગઠન મહામંત્રી રત્નાકરને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂંક આપવામાં આવ્યા છે.

Gujarat, Bjp, New General Secretary Organization, Ratnakar, RSS - गुजरात  प्रदेश भाजपा के संगठन महासचिव बने रत्नाकर | Patrika News

મોટા સમાચાર / ધો.6-8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરવા સાંજ સુધી થઇ શકે જાહેરાત,શિક્ષણમંત્રીની મહત્વપૂર્ણ બેઠક

ગુજરાત વિધાનસભાની આગામી વર્ષે યોજાનારી ચૂંટણી પહેલા રાજ્યની રાજનીતિના પૂરેપૂરા જાણકાર ભીખુ દલસાણિયાને બિહાર મોકલી દેવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.ભીખુભાઈ દલસાણિયા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સમર્પિત કાર્યકર છે અને મોદી-શાહના અત્યંત વિશ્વાસુ મનાય છે. ભીખુભાઈ દલસાણિયા અગાઉ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે ની જવાબદારી નિભાવી ચૂક્યાં છે. જો કે હવે તેમને બિહારનો હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે બિહારના રત્નાકરને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.

OMG! / મોંઘવારીએ તોડી સામાન્ય નાગરિકોની કમર, હવે ઘરેલુ ગેસ સિલિન્ડરનાં ભાવમાં થયો વધારો

પોતાની મળેલી નવી જવાબદારી અંગે ભીખુભાઈ દલસાણિયાએ ટ્વીટર પર જણાવ્યું કે, મારુ સૌભાગ્ય છે કે, 1997થી ગુજરાત ભાજપની જવાબદારી સંભાળવાની તક મળી. વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ, માર્ગદર્શન અને સ્નેહના કારણે આ શક્ય બન્યું. હવે ગંગા કિનારે બિહારમાં વિહાર કરીશું.રત્નાકર અત્યાર સુધી બિહારના સહસંગઠન મંત્રી પદ પર હતા. બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતા અને ગુજરાતમાં 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપને પોતાની સંગઠનમાં મોટું પરિવર્તન કર્યું છે.