Ahemadabad/ ભારત-ઇંગ્લેન્ડ બંને ટિમોની સેવામાં ખડે પગે હોટલ હયાતનો સ્ટાફ અને ગુજરાત પોલીસ, હોટેલમાં આવી છે વ્યવસ્થા 

ભારત-ઇંગ્લેન્ડ બંને ટિમોની સેવામાં ખડે પગે હોટલ હયાતનો સ્ટાફ અને ગુજરાત પોલીસ

Ahmedabad Gujarat Sports

આ પહેલીવાર બનશે કે જ્યારે ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સતત 30 દિવસ અમદાવાદમાં રોકાશે. ચૂંટણીની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સિટી પોલીસે ભારત-ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે પણ કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. બીજી ટેસ્ટ મેચ પૂરી કરી ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આજે 18 ફેબ્રુઆરીએ અમદાવાદ આવી પહોંચશે. બંને ટીમોને અમદાવાદ હોટેલ હયાત ખાતે રાખવામાં આવશે. બંને ટીમોના આગમન પહેલા બુધવારથી હોટલ પર સુરક્ષા કડક કરવામાં આવી છે.

ગુજરાતમાં તારીખ 24 થી શરુ થાનારી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ માટેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે અમદાવાદની હયાત હોટેલમાં પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે સાંજ સુધીમાં ટિમ ઇન્ડિયા અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. બંને ટિમો હોટેલ હયાતમાં 33દિવસ સુધી રોકાણ કરવાના છે ત્યારે ગુજરાત પોલીસ તેમજ હોટેલ મેનેજમેન્ટ દ્વારા સુરક્ષાને લઈને સમગ્ર ત્યારી કરી દેવામાં આવી છે.

Image result for hyatt regency ahmedabad

હયાતમાં આવી છે વ્યવસ્થા 

ભારત અને ઈંગ્લેન્ડની ટિમ આજી અમદાવાદ એરપોર્ટ પરથી સીધા આશ્રમ રોડ પરની હયાત હોટેલમાં જશે. જોકે બંને ટિમો 33 દિવસ સુધી હયાત હોટલમાં રોકવાના હોવાથી તેમની સેવામાં તહેનાત હોટલ સ્ટાફના 150 મેમ્બરો પણ 33 દિવસ સુધી ઘરે જઈ શકશે નહિ. આ 33 દિવસ સુધી તમામ સ્ટાફ મેમ્બરોને પણ હોટેલમાં ફરજીયાત રહેવું પડશે. જેથી હોટલમાં જ તેમને તમામ સગવડ પુરી પાડવામાં આવશે. સાથે જ  હોટેલ હયાતના 7 ફ્લોર બુક કરી દેવામાં આવ્યા છે. જેમાં ફ્લોર નં – 1,2,7,8,9,10 અને 11નો સમાવેશ છે. આ તમામ ફ્લોર પર બંને ટીમો સિવાય બીજા કોઈને આવવા જવા પર પ્રતિબંધ રહેશે. તેમજ હોટેલનો સ્વિમિંગ પૂલ, જીમ, રેસ્ટોરન્ટ,ઈનડોરગેમનો ઉપયોગ ટિમ મેમ્બર સિવાય બીજા કોઈ ઉપયોગ નહિ કરી શકે. આ સાથે જ કોવિડ પ્રોટોકોલ ને લઈને ટીમના મેમ્બરો મેચ રમવા માટે સ્ટેડિયમમાં જશે અને મેચ પુરી થયા બાદ સીધા જ હોટેલ ઉપર આવશે. ટીમના મેમ્બરો હોટેલ ની બહાર ક્યાંય નહિ જઈ શકે.

Image result for gujarat police

કેટલા પોલીસ જવાન રહેશે તહેનાત?

હોટેલ સ્ટેડિયમ અને રોડ બંદોબસ્તમાં 2000 પોલીસ તહેનાત રહેશે. હોટલ હયાતની અંદર એક પણ પોલીસ અધિકારી કે કર્મચારી જઈ શકશે નહીં. પરંતુ હોટેલની ફરતે વાડજ પોલીસ સ્ટેશનના 120 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે. જયારે હોટલ થી મોટેરા સ્ટેડિયમ સુધીના રોડ ઉપર, સ્ટેડિયમની આસપાસના પાર્કિંગમાં ટ્રાફિક પોલીસના 1155 અધિકારી કર્મચારી તહેનાત રહેશે. જયારે સ્ટેડિયમની અંદર અને બહાર 800 જેટલા પોલીસ અધિકારી કર્મચારી તહેનાત રહેશે.

donet / કિડની દાનમાં આપી લાડકી દીકરીને બીજો જન્મ આપતી મા

Election / રાજ્યસભામાં રાજકોટનો દબદબો, 1990થી પ્રતિનિધિત્વ યથાવત

ગાંધીનગર / ભારતમાં કુદરતી તેલ મર્યાદિત પ્રમાણમાં મળે છે, 85 ટકા ક્રૂડ વિદેશથી આયાત કરવું પડે : નીતિન પટેલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ