Ahmedabad News: અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી ગ્વાલિયા રેસ્ટોરન્ટને લઈને ચોંકાવનારી ફરિયાદ સામે આવી છે. ગ્રાહકે રેસ્ટોરન્ટમાંથી લીધેલા મીઠાઈના પાર્સલ (Hair in the sweet)માં ગેવરમાં વાળ મળ્યો હોવાનો દાવો કર્યો છે. આ ઘટનાનો વીડિયો પણ ગ્રાહકે બનાવી રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે.
મીઠાઈના પાર્સલમાંથી વાળ મળ્યાનો દાવો | Hair in the sweet
મળતી માહિતી મુજબ, ગ્રાહકે ગ્વાલિયા રેસ્ટોરન્ટમાંથી ગેવરનું પાર્સલ લીધું હતું. ઘરે લઈ ગયા બાદ મીઠાઈમાં વાળ જોવા મળ્યો હોવાનો ગ્રાહકનો દાવો છે. ત્યારબાદ ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. મીઠાઈમાં વાળ મળ્યા બાદ ગ્રાહકે આ અંગે રેસ્ટોરન્ટ સમક્ષ રજૂઆત કરી હતી. સાથે જ ઘટનાનો વીડિયો બનાવી મામલો સામે લાવવામાં આવ્યો છે. ખાદ્યપદાર્થમાં વાળ મળી આવવાની ફરિયાદને લઈને ગ્રાહકે નારાજગી વ્યક્ત કરી હતી.
ફૂડ એન્ડ સેફ્ટી વિભાગમાં ફરિયાદ
આ મામલે ગ્રાહકે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ (Food and Safety Department)માં ફરિયાદ નોંધાવી છે. હવે વિભાગ દ્વારા ફરિયાદ અંગે તપાસ કરવામાં આવે છે કે નહીં અને રેસ્ટોરન્ટમાં ખાદ્યપદાર્થોની સ્વચ્છતા અંગેના નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, ખાણીપીણીની લારીઓમાંથી 36 નમૂના તપાસ માટે મોકલાયા
આ પણ વાંચો: કામરેજમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 103 કિલો શંકાસ્પદ ઘી અને 112 કિલો મલાઈનો જથ્થો જપ્ત
આ પણ વાંચો: રાજકોટમાં ફૂડ વિભાગની મેગા કાર્યવાહી: ભેળસેળયુક્ત પનીર-મલાઈનો જથ્થો ઝડપાયો, 3 ડેરી સીલ
