Gandhinagar News: રાજકોટ બાદ હવે ગાંધી નગર સિવિલહોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ જોવા મળ્યો છે. ગાંધી નગર ની સિવિલહોસ્પિટલ માં દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ માટે ઊંદરો એક કાયમી અને ગંભીર સમસ્યા બની ગઈ છે.આ ઊંદરો ફક્ત સ્ટોરરૂમ કે ખૂણા સુધી મર્યાદિત નથી,પરંતુ હવે તે ઇનપેશન્ટ વોર્ડ સુધી પહોચી ગયા છે.આપને જણાવી દઈએ સિવિલહોસ્પિટલ માં ઊંદરોનો ઉપદ્રવ વર્ષો જૂનો છે, છતાં તંત્ર કાયમી ઉકેલ શોધવામાં નિષ્ફળ ગયું છે. જોકે ઉંદરોની સમસ્યાનું એક મુખ્ય કારણ દર્દીઓના સંબંધીઓ દ્વારા વોર્ડની આસપાસ ફેંકવામાં આવતો કચરો પણ છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઉંદરો
સિવિલહોસ્પિટલમાં દર્દીઓ ઊંદરોના ત્રાસથી પીડાઈ રહ્યા છે.જેનાથી તેમને થોડો પણ આરામ નથી મળ્યો, આ ઊંદરો દ્રારા હોસ્પિટલના મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ કાપવામાં આવ્યા હોવાના બનાવો બન્યા છે. થોડા વર્ષો પહેલા, એક ગંભીર ફરિયાદ સામે આવી હતી કે સિવિલના ICU વોર્ડમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની આંખે ઉંદર કરડી ગયો હતો. આટલી ગંભીર ઘટના પછી પણ, તંત્રએ ફક્ત પાંજરા ખરીદવા જેવા કામચલાઉ પગલાં લીધા છે, જે સમસ્યાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયા છે.જેથી દર્દીઓની સલામતી અને આરોગ્યને ધ્યાનમાં રાખીને, ગાંધીનગર સિવિલહોસ્પિટલ વહીવટીતંત્રે આ ગંભીર સમસ્યામાંથી તેમને મુક્તિ આપવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની માંગ કરી છે.
આ પહેલા રાજકોટની સિવિલહોસ્પિટલ માંથી પણ ઊંદરો ના ત્રાસની વાત સામે આવી હતી. ગુજરાતમાં સરકાર દ્વારા દર્દીઓને સુવિધા અને સારી સારવાર મળે તે માટે સરકારી હોસ્પિટલોમાં સવલતો ઉભી કરવામાં આવે છે. ત્યારે દર્દીઓએ આરોપ લગાવ્યો હતો કે રાજકોટની સિવિલહોસ્પિટલ ના PMSY બિલ્ડિંગના ચોથા માળે પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં બે મહિલાઓ સહિત ત્રણ દર્દીઓના હાથ-પગ મોટા ઊંદરોએ કરડ્યા હતા. ઊંદરો એ કરડેલા દર્દીઓમાં કાલાવડ રોડના રહેવાસી વનિતાબેન ચપટા અને જસદણના રહેવાસી ભાનુબેન રાદડિયા અને રમેશભાઈ જીવનભાઈનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે તેઓ પોતે પણ ઊંદરોની ક્રૂરતાનો ભોગ બન્યા હતા.
આ ઊંદરો POPમાંથી પસાર થતી પાઇપ લાઇન મારફતે ઊંદરો હોસ્પિટલના વોર્ડમાં પ્રવેશી રહ્યા હતા અને સાંજથી આખી રાત ધમાચકડી બોલાવી દર્દીઓના બેડ પર પણ પડીને દર્દીઓમાં ભય ફેલાવી રહ્યા હતા. જાણકારો કહે છે કે, પાંચ વર્ષથી બનેલા પ્લાસ્ટીક સર્જરી વિભાગમાં ઊંદરના ત્રાસની સમયાંતરે ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ ઊંદરનો ત્રાસ દૂર કરવા તંત્રએ કોઇ પ્રયાસ કર્યો હોય તેવું નથી જણાતું.
