Gandhinagar News/ રાજ્યના TRB જવાનોનું દૈનિક વેતન રૂ.300થી વધારીને રૂ.450 આપવા નિર્ણય

ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોના માનદ વેતનમાં વધારો આજથી અમલી: 10 હજારથી વધુ TRB પરિવારને થશે લાભ

Gujarat Gandhinagar
TRB

Gandhinagar News : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી   હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોનુ દૈનિક માનદ વેતન રૂ.300થી વધારીને હવે રૂ.450 આપવા આવશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે. કાળઝાળ ગરમી હોય કે મુશળધાર વરસાદ, જનતાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અવિરત ફરજ બજાવતા આ જવાનોના પરિશ્રમની રાજ્ય સરકાર સદાય કદર કરે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા શહેરો જેવા કે સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી ટ્રાફિક બ્રિગેડ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા આ જવાનોના કાર્યક્ષેત્રને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવા નિર્ણય લીધો છે.

ગૃહ વિભાગના વર્ષ ૨2018 ના ઠરાવ મુજબ અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન રૂ. 300 ચૂકવવામાં આવતા હતા.રાજ્ય સરકાર દ્વારા આ વેતન વધારીને હવે પ્રતિદિન રૂ. 450 કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના અંદાજે 10,000 થી વધુ ટી.આર.બી.જવાનો અને તેમના પરિવારને મળશે. રાજ્ય સરકારના આ સંવેદનાત્મક અભિગમ સાથે લેવાયેલા નિર્ણયનો અમલ આજથી જ કરવામાં આવશે, જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક બની રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત ટ્રાફિક પોલીસની નવી ઝુંબેશ! TRB જવાનો સાથે મળીને ગીતો ગાઈ લોકોને જાગૃત કરશે

આ પણ વાંચો: સુરત સહિત રાજ્યના TRB જવાનોનો પગાર વધારવા મુદ્દે જિલ્લા કલેકટરને આવેદન અપાયું

આ પણ વાંચો: સુરત: ફરી એકવાર TRB જવાનોની ખુલી પોલ, ફરજના સમયે કેબિનમાં બેસી ગપ્પા મારતા TRB જવાનો, જાગૃત નાગરિકે ખોલી TRB જવાનોની કામગીરીની પોલ, સમગ્ર વીડિયો થઈ રહ્યો છે સોશિયલ