Lifestyle/ આંગણામાં જગ્યા નથી? તો ઘરની દિવાલોને હરિયાળી બનાવો…કોકોપીટથી સજાવો વર્ટિકલ ગાર્ડન..!

Vertical Garden (વર્ટિકલ ગાર્ડન)થી હરિયાળી અનુભવાય છે ઉપરાંત, આંખોને ઠંડક પણ મળે છે. આ બગીચાને માટીના સ્થાને કોકોપીટનો ઉપયોગ કરીને બનાવવામાં…

Trending Tips & Tricks Lifestyle

Lifestyle: આજના સમયમાં વર્ટિકલ ગાર્ડન (Vertical Garden)નો ટ્રેન્ડ વધી ગયો છે. વાસ્તવમાં, શહેરીકરણના કારણે વધતું જતું કોંક્રિટનું જંગલ વાસ્તવિક બગીચાને જાણે ગ્રસી ગયું હોય એમ લાગે છે! ખુલ્લી જગ્યાઓ હવે ઘણી ઓછી મળે છે જ્યાં આપણે વૃક્ષ અને છોડ (Tree & Plants) વાવી શકીએ…આથી જ આજકાલ ઘણા લોકોને વર્ટિકલ ગાર્ડન બનાવવાનો શોખ જાગ્યો છે. આનાથી હરિયાળી અનુભવાય છે ઉપરાંત, આંખોને ઠંડક પણ મળે છે. આ બગીચાને કોકોપીટ અને ઓર્ગેનિક ખાતર (Cocopeat & Organic fertilizer)થી આસાનીથી ઉગાડી શકાય છે.

વર્ટિકલ ગાર્ડન (Vertical Garden) ક્યાં લગાવશો?

સૌપ્રથમ તો તમારે દિવાલની પસંદગી કરવી પડશે. આ માટે બાલ્કની, ડ્રોઇંગ રુમની ખાલી દિવાલ, સીડીની પાસે લાગેલી ભીંત અથવા તો તમારા પર્સનલ ધાબા (Terrace)ની દિવાલ પસંદ કરવી યોગ્ય રહેશે. ત્યારબાદ, તમારે આ દિવાલ પર મજબૂત ફ્રેમ અથવા તો રેડીમેઇડ વર્ટિકલ ગાર્ડન પેનલ લગાવવાની રહેશે. આ પેનલોમાં નાના-નાના પોકેટ અથવા તો કૂંડા (Pots) લાગેલા હોય છે જેમાં છોડને આસાનીથી લગાવી શકાય છે.

Vertical Garden,ઘર, કોકોપીટ,છોડ, વર્ટિકલ ગાર્ડન

કોકોપીટનો ઉપયોગ કરો

નારિયેળની છાલમાંથી બનાવવામાં આવતું કોકોપીટ (Cocopeat) એક નેચરલ અને કાર્બનિક ઉત્પાદન છે. એનો ઉપયોગ માટીના વિકલ્પ તરીકે છોડ ઉગાડવા માટે કરવામાં આવે છે. તે પાણીને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે અને હળવું હોવાથી ટેરેસ ગાર્ડનના કૂંડાનું વજન ઘટાડવામાં અને તેના મૂળના ઉત્તમ વિકાસમાં ઘણું મદદરૂપ થાય છે.

આ વિશેષ પ્રકારના ગાર્ડન માટે સાધારણ માટી નહિં પરંતુ, કોકોપીટનો ઉપયોગ કરવો બહેતર રહેશે. વાસ્તવમાં છોડવામાં પાણી નાખીએ ત્યારે આ કોકોપીટ પાણીને લાંબો સમય રોકી રાખે છે એના કારણે પ્લાન્ટ્સનો ભેજ ઘણા કલાકો સુધી જળવાઇ રહે છે. આ ઉપરાંત, કોકોપીટ માટીની સરખામણીએ ઘણું હળવું હોય છે જેથી દિવાલો પર વજન પડતું નથી. અલબત્ત, એમાં તમે વર્મી કોમ્પોસ્ટ (Vermicompost) અથવા તો જૈવિક ખાતર મિક્સ કરી શકો છો.

Vertical Garden,ઘર, કોકોપીટ,છોડ, વર્ટિકલ ગાર્ડન

છોડની પસંદગી મહત્વપૂર્ણ

વર્ટિકલ ગાર્ડન માટે તમારે એવા છોડ પસંદ કરવા કે જેને વધુ માટી કે પાણી (Water)ની જરુર ન પડે. આવા પ્લાન્ટ્સમાં તમે મની પ્લાન્ટ, સ્પાઇડર પ્લાન્ટ, ફર્ન કે પછી પાંદડાવાળી શાકભાજી જેમ કે, ફુદીનો, કોથમીર અથવા તુલસી (Tulsi) જેવા હર્બ્સ પણ વાવી શકો છો. આ છોડવા તમારા ઘરને એક યૂનિક લુક આપશે અને હવાને પણ શુદ્ધ કરશે.

Vertical Garden,ઘર, કોકોપીટ,છોડ, વર્ટિકલ ગાર્ડન

સિંચશો કેવી રીતે?

આ ઊભા ગાર્ડનની સિંચાઇ માટે તમે ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ (Drip Irrigation System)નો ઉપયોગ કરી શકો છો. વાસ્તવમાં, આમાં જે કોકોપીટ વાપરવામાં આવે છે એને વારંવાર પાણી આપવાની આવશ્યકતા રહેતી નથી. જો કે, સમયાંતરે તમારે એમાં વાવેલા ફૂલછોડની કાંટ-છાંટ કરવી અને લિક્વિડ ખાતર આપવું અતિ આવશ્યક છે.


આ પણ વાંચો: ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…

આ પણ વાંચો: એર પ્યુરિફાયર નથી લગાવવું તો ફટાફટ વાવો આ 3 છોડ…ઘરનું વાયુ પ્રદૂષણ દૂર કરવાની ટ્રિક..!

આ પણ વાંચો: શિયાળામાં રંગબેરંગી ફૂલોના છોડ વાવો…સજાવો તમારું ઘર અને ગાર્ડન…!