નવી દિલ્હી,
ચારા ગોટાળામાં આરોપી બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJDના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવની જમાનત આગળ વધારવા માટે ઝારખંડ હાઈકોર્ટ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે, ત્યારે શુક્રવારે તેઓને વધુ એક ઝટકો લાગ્યો છે. ED દ્વારા હવે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સ્કેમ મામલે લાલુ પ્રસાદ યાદવ, તેઓના પત્ની રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ સહિત કુલ ૧૩ આરોપીઓ સામે ચાર્જસીટ દાખલ કરી છે.
Enforcement Directorate files chargesheet against Lalu Prasad Yadav, Rabri Devi, Tejashwi Yadav and 13 others in Railway tender scam pic.twitter.com/s02MmQHhqw
— ANI (@ANI) August 24, 2018
શુક્રવારે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન CBI દ્વારા કહેવામાં આવ્યું, “મુંબઈમાં લાલુ પ્રસાદ સારવાર કરાવીને આવે છે અને પોતાના ઘરે ચાલ્યા જાય છે. ત્યારે તેઓ મળેલી જમાનતનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે ટ્વીટર દ્વારા જાણકારી આપી હતી કે, લાલુની તબિયત સતત બગડતી જઈ રહી છે.
Visited my ailing father admitted in Asian Heart Institute, Mumbai due to various diseases. Perturbed to see his falling health & increased infection. Praying that he may recover soon under the around-the-clock monitoring & continuous medical care of specialist doctors. pic.twitter.com/JY0Cr7RGlf
— Tejashwi Yadav (@yadavtejashwi) August 20, 2018
તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું હતું કે, “એશિયન હાર્ટ ઇન્સ્ટીટયુટ મુંબઈમાં પોતાના પિતાની તબિયત જોવા માટે આવ્યો હતો. તેઓની તબિયત સતત બગડતા અને ઇન્ફેકશનમાં વધારો થતા હું ખુબ ચિંતિત છું. હું દુઆ કરું છું કે, તેઓ જલ્દી સાજા થાય. તેઓની સારવાર માટે ડોક્ટરોની પૂરી ટીમ તૈનાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાલુપ્રસાદ યાદવની તબિયત લથડતા તેઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે તેઓની જમાનત વધુ ૩ મહિના સુધી વધારવામાં આવે. જો કે હાઈકોર્ટ દ્વારા આ અપીલ ફગાવ્યા બાદ હવે તેઓને ૩૦ ઓગષ્ટ સુધીમાં સરેન્ડર થવું પડશે.
