પંજાબ/ સરકારી ઓફિસોમાં શહીદ ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકરની તસવીરો હશે, CMની નહીં, રોડ શોમાં ભગવંત માનની જાહેરાત

અમે 122 લોકોની સુરક્ષા ઓછી કરી છે અને તેના કારણે 403 પોલીસ કર્મચારીઓ અને 27 પોલીસ વાહનો પોલીસ સ્ટેશનમાં પરત ફર્યા છે. કોઈપણ સરકારી ઓફિસમાં મુખ્યમંત્રીની તસવીરો નહીં હોય.

Top Stories India

પંજાબમાં જીત બાદ આમ આદમી પાર્ટીએ અમૃતસરમાં રોડ શો યોજ્યો હતો. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન એ રોડ શોને સંબોધિત કર્યો હતો. કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે પંજાબના લોકો હંમેશા ક્રાંતિ કરે છે. આ વખતે પણ કર્યું.  પોતાના સંબોધનમાં માને કહ્યું કે અમે 122 લોકોની સુરક્ષા ઓછી કરી છે અને તેના કારણે 403 પોલીસ કર્મચારીઓ અને 27 પોલીસ વાહનો પોલીસ સ્ટેશનમાં પરત ફર્યા છે. કોઈપણ સરકારી ઓફિસમાં મુખ્યમંત્રીની તસવીરો નહીં હોય. પરંતુ શહીદ ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકરની તસવીરો હશે. 92 સીટો પર જીત માટે કેજરીવાલના પંજાબના લોકોનો આભાર માણ્યો હતો.

પંજાબીઓએ ફરી ક્રાંતિ કરી
રોડ શો દરમિયાન ભગવંત માન અને અરવિંદ કેજીવાલ સાથે હતા. બંને લોકોએ નોવેલ્ટી ચોક ખાતે રોડ શોને સંબોધિત કર્યો હતો. પોતાના સંબોધનમાં કેજરીવાલે 92 સીટો જીતવા બદલ પંજાબની જનતાનો આભાર માન્યો હતો. બીજી તરફ માનએ કહ્યું કે પંજાબમાં AAP સરકાર જૂની પરંપરાઓથી હટીને નવું કામ કરશે. તેમણે એમ પણ કહ્યું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે પંજાબમાં તેમની સરકાર બની રહી છે.

કેજરીવાલે વધુમાં કહ્યું કે આખી દુનિયા તેના પર વિશ્વાસ કરી શકતી નથી. દુનિયા માને છે કે પંજાબીઓ હંમેશા ક્રાંતિ કરે છે, પણ આટલી મોટી ક્રાંતિ. કોઈ માની ન શકે કે તમામ મહાનુભાવો હારી ગયા છે. સુખબીર પ્રકાશ સિંહ બાદલ, કેપ્ટન,  સિદ્ધુ હારી વિગેરે દિગ્ગજો હારી ગયા છે. માન 16 માર્ચે સીએમ તરીકે શપથ લેશે.

પહેલા મંદિર અને ગુરુદ્વારામાં આશીર્વાદ લીધા
રોડ શો પહેલા અરવિંદ કેજરીવાલ પંજાબ પહોંચ્યા અને સૌથી પહેલા મંદિર અને ગુરુદ્વારામાં માથું ટેકવીને પ્રાર્થના કરી. કેજરીવાલ અને CM ભગવંત માને રવિવારે સુવર્ણ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. અહીં પહોંચ્યા પછી તરત જ કેજરીવાલ સીધા સુવર્ણ મંદિરમાં પૂજા કરવા ગયા.

હોળી 2022 / ગ્રહોથી શુભ ફળ મેળવવા માટે રાશિ પ્રમાણે આ રંગોથી રમો હોળી, જીવનમાં રહેશે સુખ-સમૃદ્ધિ

Life Management / પિતાએ પુત્રને પૂછ્યો સવાલ, જવાબ સાંભળીને પિતાની આંખમાં આવી ગયા આંસુ