Breaking News: અમદાવાદ અને ગાંધીનગરના મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2A (Ahmedabad Metro Phase 2A)ને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં 6.032 કિલોમીટર લાંબો નવો મેટ્રો કોરિડોર વિકસાવવામાં આવશે, જે કોટેશ્વર રોડ વિસ્તારને સીધો સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે જોડશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નેટવર્કની કુલ લંબાઈ આશરે 77.63 કિલોમીટર સુધી પહોંચી જશે, જે રાજ્યના સૌથી મોટા શહેરી પરિવહન નેટવર્કમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થશે.
Ahmedabad Metro Phase 2A: પાંચ નવા મેટ્રો સ્ટેશનનો સમાવેશ
મંજૂર કરાયેલા નવા કોરિડોરમાં કુલ પાંચ મેટ્રો સ્ટેશનો બનાવવામાં આવશે. આ રૂટ કોટેશ્વર વિસ્તારથી શરૂ થઈ એરપોર્ટ સુધી પહોંચશે. માર્ગમાં આશ્રમ રોડ, કોટેશ્વર મંદિર વિસ્તાર, સાબરમતી અને સરદારનગર જેવા મહત્વના વિસ્તારોને મેટ્રો (Ahmedabad Metro Phase 2A) સેવા સાથે જોડવામાં આવશે.નવા સ્ટેશનો શરૂ થતાં હજારો મુસાફરોને એરપોર્ટ અને શહેરના વિવિધ વિસ્તારો વચ્ચે ઝડપી અને આરામદાયક મુસાફરીનો વિકલ્પ મળશે.
એરપોર્ટ સુધી પહોંચવું બનશે વધુ સરળ
હાલ એરપોર્ટ સુધી પહોંચવા માટે મુસાફરોને રોડ ટ્રાફિકનો સામનો કરવો પડે છે. મેટ્રો કનેક્ટિવિટી શરૂ થયા બાદ મુસાફરોને ટ્રાફિકથી મુક્ત અને સમયબદ્ધ મુસાફરીનો લાભ મળશે.ખાસ કરીને એરપોર્ટ જતાં પ્રવાસીઓ, નોકરીયાતો અને વિદ્યાર્થીઓ માટે આ પ્રોજેક્ટ ખૂબ ઉપયોગી સાબિત થવાની સંભાવના છે.
પર્યાવરણને પણ મળશે ફાયદો
મેટ્રો રેલ પ્રોજેક્ટ (Ahmedabad Metro Phase 2A)નો એક મહત્વપૂર્ણ લાભ પર્યાવરણને પણ મળશે. વધુ લોકો જાહેર પરિવહન તરફ વળતાં ખાનગી વાહનોનો ઉપયોગ ઘટશે, જેના કારણે ટ્રાફિક અને પ્રદૂષણ બંનેમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદ-ગાંધીનગર માટે નવી ગતિ
રાજ્ય સરકાર અને મેટ્રો (Ahmedabad Metro Phase 2A) સત્તાધીશોનું માનવું છે કે આ નવો કોરિડોર અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવશે. આગામી વર્ષોમાં વધતી શહેરી વસ્તી અને પરિવહનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે.મેટ્રો નેટવર્કના વિસ્તરણ સાથે શહેરમાં આધુનિક અને સુવિધાસભર જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો:PM મોદીની અપીલ બાદ અમદાવાદ મેટ્રો હવે રાત્રે 11 વાગ્યા સુધી દોડશે
આ પણ વાંચો:મેટ્રો ટ્રેક પર શ્વાનનું ‘બિન્દાસ્ત’ વોક! અમદાવાદ મેટ્રો ટ્રેક પર પહોંચી ગયું શ્વાન, વીડિયો વાયરલ
આ પણ વાંચો:અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, કોર્ટ ખાલી કરાઈ
