Surat News/ સુરત એરપોર્ટ પર ફ્લાઇટમાં નોંધપાત્ર ઘટાડો, મુસાફરોની સંખ્યા ઘટ્યાનો એરલાઇન્સનો દાવો

સુરત એરપોર્ટ પર ફ્લાઇટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં ફ્લાઇટ્સની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. જુલાઈમાં ફક્ત 12 જ ફ્લાઇટ સંચાલિત થશે. આના પગલે એરલાઇન્સ કંપનીઓ સુરતથી ઉપડતી ફ્લાઇટ્સમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News:  સુરત એરપોર્ટ પર ફ્લાઇટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં ફ્લાઇટ્સની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. જુલાઈમાં ફક્ત 12 જ ફ્લાઇટ સંચાલિત થશે. આના પગલે એરલાઇન્સ કંપનીઓ સુરતથી ઉપડતી ફ્લાઇટ્સમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.

આ અંગે વર્તુળોનું કહેવું છે કે પૂરતા મુસાફરો ન મળવાના કારણે ફ્લાઇટ્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલાં તો એક પછી એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી છે. તેના પછી હવે સ્થાનિક ફ્લાઇટ્સ પણ બંધ કરવામાં આવી રહી છે. આ રીતે ફ્લાઇટ્સ બંધ કરવામાં આવતા વેપારીઓ તથા પ્રવાસીઓમાં ભારે આક્રોશ છે.

સુરતના વેપારીઓ અને પ્રવાસીઓનું કહેવું છે કે આ એરલાઇન્સ કંપનીઓ દ્વારા સુરતને અન્યાય છે. સુરતમાં આ કંપનીઓને પૂરતો ટ્રાફિક મળતો રહે છે, પરંતુ જાણે સુરતની સાથે તેઓને જાણે કોઈ આડવેર હોય તેમ લાગે છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા સમયથી ટ્રાફિક મળતો હોવા છતાં પણ આ કંપનીઓ હવે બહાના કાઢી રહી છે. સુરતથી મુંબઈ ઘણું નજીક હોવાથી ફ્લાઇટ સર્વિસ પણ શરૂ કરી શકાય છે, પરંતુ એરલાઇન કંપનીઓને વિદેશમાંથી જ કમાણી કરવામાં રસ છે. તેમને સ્થાનિક સ્તરે ફ્લાઇટ ઉડાડવી જ નથી તેવું લાગી રહ્યુ છે.

આશ્ચર્યની વાત એ છે કે આ એરલાઇન્સોને લુધિયાણા જેવા નાના શહેરમાંતી ટ્રાફિક મળી રહ્યુ છે, પરંતુ ગુજરાતના સુરત જેવા 70થી 80 લાખની વસ્તી ધરાવતા શહેરમાંથી ટ્રાફિક મળતો નથી. આ એરલાઇન્સોને આંતરિક ધોરણે કોઈ તકલીફ હોઈ શકે, પરંતુ તેનું પગલું તેઓ સુરતીઓ પર ફોડી રહ્યા છે. અમારે હવે આ મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહને રજૂઆત કરવી પડે તેમ લાગે છે. સુરતના આટલા બધા ધંધાર્થીઓ છે અને એરલાઇન્સ કહે છે કે તેમને ટ્રાફિક મળતો નથી. જ્યારે લુધિયાણા અને અમૃતસર જેવા નાના શહેરોમાં તેઓ ફ્લાઇટ ઉડાડે છે ત્યારે તેમને કયો ટ્રાફિક મળી જાય છે.


આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-બેંગકોક ફ્લાઇટ્સ પહેલી જુલાઈથી થશે બંધ

આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર ફરી ગાંજો જપ્ત, બેંગકોક ફ્લાઇટમાં સીટ નીચે મળી આવ્યો, NDPS એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ

આ પણ વાંચો: પાક.ના બંધ એરસ્પેસે ભારત માટે આવકના દરવાજા ખોલી આપ્યા