દક્ષિણની રાજનીતિના મુખ્યસ્તંભ અને તામિલનાડુના 5 વાર મુખ્યમંત્રી રહેલા એમ કરુણાનિધિ નું નિધન થઇ ગયું છે. લાંબી બીમારી બાદ એમણે મંગળવારે સાંજે 6:10 વાગે અંતિમ શ્વાસ લીધા હતા.
94 વર્ષીય દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) સુપ્રીમો કરુણાનિધિને ગયા મહિને બ્લડ પ્રેશર ઓછું થઇ જવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પહેલા એમનો ઈલાજ ઘરે જ ચાલતો હતો, પરંતુ બાદમાં તબિયત વધારે ખરાબ થતા એમને કાવેરી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે એમને વારંવાર તાવ આવતો હતો.

કાવેરી હોસ્પિટલ દ્વારા સાંજે 6:40 વાગે જાહેર કરવામાં આવેલા પ્રેસ રિલીઝ અનુસાર કરુણાનિધિ એ 6:10 વાગે અંતિમ શ્વાસ લીધા હતા.
