Gujarat Weather/ અંબાલાલની આગાહીઃ 11થી 15 જૂન દરમિયાન ફરીથી ત્રાટકશે વાવાઝોડું

Ambalal Patelએ ગુજરાતમાં વધુ એક વાવાઝોડાંની આગાહી કરી છે. આ વાવાઝોડું 11થી 15 જૂન દરમિયાન રાજ્યમાં ત્રાટકશે તેવી ચેતવણી તેમણે આપી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News Uncategorized

Gujarat Weather: હાલમાં ગુજરાતમાં ત્રણ દિવસ માટે વાવાઝોડાં(Storm)ની ચેતવણી હતી. હવે અંબાલાલ પટેલ (Ambalal Patel) ફરીથી ત્રાટક્યા છે. તેમણે ગુજરાતમાં 11થી 15 જૂન દરમિયાન ફરીથી વાવાઝોડાં (Storm)સાથે વરસાદ પડશે તેવી ચેતવણી આપી છે. તેમની આગાહી મુજબ જૂનના મધ્યમાં, 11 થી 15 જૂન દરમિયાન, વાવાઝોડા અને ભારે પવન સાથે ભારે વરસાદની ત્રાટકી શકે છે. આમ ગુજરાતીઓએ આ સમયગાળા દરમિયાન સાવધ રહેવું પડશે. દરમિયાન, જૂનના અંતમાં, 20 થી 28 જૂન દરમિયાન, સમગ્ર ગુજરાતમાં ચોમાસા જેવો વ્યાપક વરસાદ પડશે.

અંબાલાલ પટેલ(Ambalal Patel)ની આગાહીઃ રાજ્યના ઘણા વિસ્તારોમાં 5 જૂન સુધી વરસાદ

જૂન મહિના માટે ચોક્કસ તારીખોની જાહેરાત કરતા, અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે પ્રિમોનસૂન એક્ટિવિટીઝના લીધે રાજ્યના ઘણા વિસ્તારોમાં 5 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે. આ પછી, 7 થી 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

Ambalal Patelની વધુ એક વાવાઝોડાંની આગાહી
Ambalal Patelની વધુ એક વાવાઝોડાંની આગાહી

અંબાલાલ પટેલના મતે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં ફેરફાર

પટેલના મતે, આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળશે. આ વર્ષે ચોમાસાની ગતિમાં થોડો ફેરફાર થઈ શકે છે, પરંતુ જૂનમાં વિવિધ તબક્કામાં વિવિધ શક્તિશાળી વરસાદી પ્રણાલીઓ સક્રિય થવાને કારણે, રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ પડશે.

જુલાઈમાં અલ નીનોની અસર

જોકે, જૂનમાં ભારે વરસાદની આગાહી વચ્ચે, અંબાલાલ પટેલે જુલાઈ મહિના માટે ચિંતાજનક ચેતવણી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જુલાઈમાં પેસિફિક મહાસાગરમાં સક્રિય થનારી અલ નીનો ઘટના ભારત અને ગુજરાતમાં ચોમાસાને અસર કરશે, જેના પર હવામાનશાસ્ત્રીઓ નજીકથી નજર રાખશે. અલ ​​નીનો ઘટનાને કારણે, જુલાઈમાં વરસાદ થોડો ધીમો પડી શકે છે. વર્તમાન પરિસ્થિતિમાં, વાતાવરણમાં ભેજ વધવાને કારણે, ઝડપી પવન અને વાવાઝોડા સાથે વહેલા વરસાદના મજબૂત સંકેતો છે, જે વાવણીની દ્રષ્ટિએ ખેડૂતો માટે સારા સમાચાર હશે.


આ પણ વાંચો : આ તારીખે બેસશે ચોમાસું, અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની પણ કરી આગાહી

આ પણ વાંચો : ગુજરાતમાં 8 મે સુધી કમોસમી વરસાદનો કહેર, 11 મે પછી દઝાડતી ગરમી શરૂ: અંબાલાલ પટેલ

આ પણ વાંચો : ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસું, અંબાલાલ પટેલે કરી વાવાઝોડા અને વરસાદની આગાહી