દક્ષિણ ગુજરાતમાં છેલ્લા દિવસોમાં વરસાદે કહેર વરસાવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી છે. નદી નાળા છલકાઈ રહ્યા છે. અને અનેક જીલ્લામાં તો ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તો હાઇવે પર પાણી ભરતા બંધ કરવાની ફરજ પડી હતી. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલી આકાશી આફત હવે સુરતના માંડવી તાલુકાને પણ ઘમરોળી રહી છે. માંડવીનો લાખી ડેમ થયો ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી 74.15 મીટર પર પહોંચતા નીચાણવાળા ચાર ગામોને એલર્ટ અપાયું છે.

માંડવી તાલુકાના અતિ મહત્વના ગોડધા ડેમ, આમલી ડેમ અને લાખી ડેમમાં વરસાદી પાણીની સારી આવક થઈ છે. ખાસ કરીને લાખી ડેમમાં પાણી સપાટી 74.15 મીટર પર પહોંચતા ડેમ ઓવરફ્લો થયો છે. ખાસ કરીને લાખી ડેમની આજુબાજુ આવેલા નીચાણવાળા ચાર ગામના લોકોનો તકેદારીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. જોકે હાલ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને લઈ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ઢાંકણી ખાડી ઉપર આવેલ લાખી ડેમ ભયજનક સપાટી વટાવી ઓવરફ્લો થતાંઆસપાસના ખેડૂતો અને નીચાણ વાળા વિસ્તાર્નલોકોમાં ભયનો માહોલ જોવ મળી રહ્યો છે.
