Not Set/ અમદાવાદમાં રસ્તાઓ પર 7 જૂનનથી દોડશે AMTS-BRTS બસો , 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી

અમદાવાદીઓ માટે રાહતના સમાચાર છે,કોરોના મહામારી ના કારણે સૌથી વધારે જો કોઈ ક્ષેત્રને અસર પડી હોય તો તે પરિવહન ક્ષેત્ર છે.રાજ્યભરમાં નાના ગામડાઓ થી લઈ અને મહાનગરોમાં ઘણી બધી ખાનગી

Top Stories Gujarat

અમદાવાદીઓ માટે રાહતના સમાચાર છે,કોરોના મહામારી ના કારણે સૌથી વધારે જો કોઈ ક્ષેત્રને અસર પડી હોય તો તે પરિવહન ક્ષેત્ર છે.રાજ્યભરમાં નાના ગામડાઓ થી લઈ અને મહાનગરોમાં ઘણી બધી ખાનગી તેમજ સરકારી બસોને કોરોનાને કારણે બંધ કરવાનો વારો આવ્યો હતો,જેના પગલે આમ જનતામાં ભારે હાલાકી જોવા મળી રહી હતી. જેનો હવે અંત આવ્યો છે. એએમટીએસ અને બીઆરટીએસ બસો ચલાવવા માટે પરિવહન મંત્રાલય અને સરકાર તરફથી હરી ઝંડી મળી ગઈ છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.કોરોના મહામારીને કારણે બંધ રહેલી એએમટીએસ-બીઆરટીએસ બસો 7 જૂનથી ફરી અમદાવાદના માર્ગો પર ચક્કાજામ કરશે. શહેરમાં કેસ ઓછા થયા બાદ વહીવટી તંત્રે રાજ્ય સરકાર સાથે વિચારણા કર્યા બાદ આ નિર્ણયો લીધા છે. જોકે જે બસોને પરવાનગી મળી છે તે ફક્ત 50 ટકા ક્ષમતા સાથે દોડશે.