Not Set/ માંડવી: બાવળની ઝાડીમાંથી મળી નવજાત બાળકી, હોસ્પિટલમાં દાખલ કરાઈ

માંડવી. માંડવીના ગણપુરી વિસ્તારમાં પાણી ટાંકી પાસેના બાવળની ઝાડી પાસેથી એક દિવસની નવજાત બાળકી ત્યજેલી હાલતમાં મળી આવી હતી. જો કે બાળકી ત્યજેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતા ગામના આગેવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જો કે ઘટના સ્થળે આવેલા લોકો દ્વારા બાળકીને 108 મારફતે સ્થાનિક […]

Top Stories Gujarat Others

માંડવી.

માંડવીના ગણપુરી વિસ્તારમાં પાણી ટાંકી પાસેના બાવળની ઝાડી પાસેથી એક દિવસની નવજાત બાળકી ત્યજેલી હાલતમાં મળી આવી હતી. જો કે બાળકી ત્યજેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતા ગામના આગેવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

જો કે ઘટના સ્થળે આવેલા લોકો દ્વારા બાળકીને 108 મારફતે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં બાળકી એકદમ સ્વસ્થ હોય તેવી માહિતી મળી આવી છે. હાલ પોલીસે બાળકીના ડીએનએ મેળવવા બે મહિલા કોન્સટેબલને ભૂજની જી. કે. હોસ્પિટલમાં મોકલી અપાઈ છે. હાલ પોલીસે બાળકી ત્યજી દેનાર માતા વિરુદ્ધ ફરિયાાદ નોંધી તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

માંડવીના કોડાય પુલ નજીક બોંતેર જીનાલય પાછળ ગુણપુરી વિસ્તારમાં પાણીની ટાંકી નજીક બાવળની ઝાડીઓમાંથી એક ત્યજાયેલી નવજાત બાળકી મળી આવી છે. બાવળની ઝાડીઓમાં કોઈક નવજાત બાળકીને ત્યજી ગયું હોવાની જાણ થતા ગામના આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા અને 108 બોલાવી બાળકીને સ્થાનિક સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી. બાળકી એકાદ દિવસની તાજી જન્મેલી હોવાનું ખુલ્યું છે. માતાની મમતાને લજાવતા આ કૃત્યથી માંડવી શહેરમાં ફિટકારની લાગણી ફેલાઈ છે.