Not Set/ રાજકોટ / સામાન્ય બોલાચાલીમાં મહિલા ઉપર છરી વડે હુમલો, સારવાર દરમીયાન મહિલાનું મોત

રાજકોટમાં મારામારી, લૂંટફાટ, અપહરણ જેવી ઘટના અનેકવાર બનતી રહે છે. ત્યારે શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટના નાણાવટી ચોકમાં બે દિવસ પહેલા 2 પાડોશી વચ્ચે કોઈ કારણસર મારામારી થઈ હતી. જે દરમિયાન પાડોશીએ મહિલા પર છરી વડે હુમલો કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું આજે સારવાર […]

Gujarat Rajkot

રાજકોટમાં મારામારી, લૂંટફાટ, અપહરણ જેવી ઘટના અનેકવાર બનતી રહે છે. ત્યારે શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટના નાણાવટી ચોકમાં બે દિવસ પહેલા 2 પાડોશી વચ્ચે કોઈ કારણસર મારામારી થઈ હતી. જે દરમિયાન પાડોશીએ મહિલા પર છરી વડે હુમલો કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જ્યાં તેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. બે દિવસ પહેલા નાણાવટી ચોકમાં 2 પાડોશી વચ્ચે કોઈ કારણસર માથાકૂટ થઈ હતી. માથાકૂટ દરમિયાન પાડોશીએ મુમતાઝબેનને છરીના ઘા ઝીંકી દીધા હતાં. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેથી સમગ્ર બનાવ હત્યામાં પરિણમ્યો છે. યુનિવર્સિટી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જ્યારે પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ના પી.આઇ. એ જણાવ્યું કે ઘટના અંગે તપાસ ધરવામાં આવશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.