હજુ તો નવલખી મેદાન સામુહિક દુષ્કર્મની સ્યાહી સુકાઈ નથી અને આરોપીઓ હજુ પણ પોલીસની પહોચ થી દુર છે, ત્યારે ફરી એકવાર સંસ્કારી નગરી વડોદરા અસંસ્કારી બન્યું છે. ફરી એક વાર એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. સગીર વયની યુવતી પર પરપ્રાંતીય યુવક દ્વારા અપહરણ કરીને દુષ્કર્મ કાર્યનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ૧૬ વર્ષની સગીરા પર યુવકે દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવ્યું છે. વાઘોડિયા તાલુકાનાં ગુગલીયાપુરા ખાતે આ ઘટના બની છે. સગીરાનું અપહરણ કરી યુવક તેને ભગાડી ગયો હતો. જેથી સગીરાનાં પરિવારે પોલીસ નોંધાવી હતી.
સગીરાની ફરિયાદને આધારે વડોદરા પોલીસ આ દુષ્કર્મના આરોપી યુવકની શોધખોળ હાથ ધરીહતી. અને પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તરપ્રદેશથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે અપહરણ, દુષ્કર્મ, અને પોસ્કો હેઠળ ગુનો નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
